×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડોલર સામે રૂપિયો 71.01ની સર્વકાલીન નીચી સપાટીએ, આયાત મોંઘી થશે


રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયા ઉપર એક પછી એક પ્રતિબંધ મુકવામાં આવી રહ્યા છે. આજે બજારમાં એવી ચર્ચા હતી કે અમેરિકા, જાપાન અને યુરોપીયન સંઘ વિશ્વના સૌથી મોટા ક્રુડ ઓઈલ નિકાસકાર ઉપર, ક્રુડના વેચાણના પ્રતિબંધ લાદશે. આસમાચારના પગલે વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઈલના ભાવ સીધા ૧૩૯ ડોલર પ્રતિ બેરલની ૧૪ વર્ષની ઉંચી સપાટીએ ખુલ્યા હતા. શેરબજારમાં જંગી વેચવાલી જોવા મળી હતી. યુદ્ધવકરશે એવી ચિંતાએ જોખમી અસ્કયામત છોડી સોનું અને ડોલર જેવી સલામત અસ્કયામત તરફ દોટ શરૂ થઇ હતી.

ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાઓની સતત વેચવાલી અને વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલર વધતા ભારતીય રૂપિયો પણ આજે ૮૧ પૈસા ઘટ્યો હતો અને ૭૭.૦૧ની ઈતિહાસની સૌથી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. ડોલર સામે રૂપિયો નબળો પડતા ભારત જેવા આયાત ઉપર નિર્ભર દેશ (ભારતમાં તેની કુલ નિકાસ કરતા આયાત વધારે છે) માટે સ્થાનિક ચલણ નબળું પડે તો આયાતી ચીજો મોંઘી થાય. (ઉદાહરણ તરીકે ૧૦૦ ડોલરની એક ચીજ આયાત કરવા એક મહિના પહેલા રૂ.૭૫૦૦ ખર્ચવા પડતા હતા હવે એ ચીજ, એટલા જ ભાવે ખરીદવા માટે રૂ.૭૭૦૧ ભારતીયોએ ચુકવવા પડશે).

ભારતમાટે સૌથી મહત્વની આયાત ક્રુડ ઓઈલ છે. દેશનીકુલ જરૂરીયાતના ૮૦ ટકા ભારત આયાત કરે છે. એક તરફ ક્રુડના ભાવ ઊંચા થયા છે અને બીજી તરફ ચલણ નબળું પડતા ભારત માટે બમણો માર થશે એવી શક્યતા છે. આ ઉપરાંત, ભારત ખાધતેલ (પામતેલ, સોયાબીન તેલ, સનફ્લાવર તેલ)ની આયાત કરે છે એ તેલ પણ મોંઘા થશે. ભારતમાં કોપર, નિકલ, ઝીંક અનેટીન જેવી ધાતુની આયાત પણ મોંઘી થવાની છે.

ઓક્ટોબરથી  ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોએ રૂ.૧,૮૮,૦૩૨ કરોડના શેરની વેચવાલી ફેબ્રુઆરી સુધીમાં કરી છે. આ ઉપરાંત, માર્ચના પ્રથમ સપ્તાહમાં ગત શુકવાર સુધી વધુ રૂ.૧૮,૬૧૪ કરોડની વેચવાલી કરી છે. આ વેચાણના કારણે તા.૧ ઓક્ટોબરથી તા.૨૫ ફેબ્રુઆરી સુધીમાં ૧૦.૬૨ અબજ ડોલર ઘટી ૫૬૪.૮૩ અબજ ડોલર થઇ ગઈ છે.