×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UP Elections: મતદાન પૂર્ણ હવે શરૂ થશે એક્ઝીટ પોલ, કોની સરકાર બનશે તેનો અંદાજ


દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં આજે ચુંટણી પૂર્ણ થઇ ગઈ છે. અને તેની સાથે સાજે સાત કલાકથી વિવિધ એજન્સી અને તેની સાથે જોડાયેલી ટીવી ચેનલ ઉપર પરિમાણોની આગાહી કરતા એક્ઝીટ પોલ આવવા શરૂ થશે. એક્ઝીટ પોલ એક અંદાજ છે અને જરૂરી નથી કે તે વાસ્તવિક પરિમાણ હોય. દેશ અને રાજ્યોમાં યોજાયેલી વિવિધ ચુંટણીઓમાં પરિણામના એવા સેકડો કિસ્સા છે કે જેમાં એક્ઝીટ પોલ કરતા પરિણામ સાવ વિપરીત આવ્યું હોય. આમ છતાં, ટીવી ચેનલ અને રાજકીય પંડીતો પોતાની રીતે આગાહી કરતા અટકતા નથી.

એક્ઝીટ પોલ એટલે શું?

છુટાછવાયા સેમ્લ કે કોઈ પદ્ધતિના આધારે વ્યક્તિ મતદાન કરી બહાર નીકળે ત્યારે તેની સાથે થયેલી વાતચીતના આધારે એવો અંદાજ લગાવવામાં આવે છે કે તેણે કોને મત આપ્યો. ભારતીયબંધારણ હેઠળ વ્યક્તિએ કોને મત આપ્યો તે હમેશા ગુપ્ત રહેવું જોઈએ એટલે ચોક્કસ જવાબની ગેરહાજરીમાં આ એક અદંજ હોય છે. આ સેમ્પલના આધારે નક્કી થયેલા જવાબને કોઈ એક બેઠક અને પછી સમગ્ર રાજ્યની બેઠકો ઉપર ગણતરી કરી એક્ઝીટ પોલના પરિણામ જાહેર કરવામાં આવે છે.

2017માં એક્ઝીટ પોલ સાચા પડ્યા હતા?

આંકડાની દ્રષ્ટિએ દરેક એક્ઝીટ પોલ ખોટા પડ્યા હતા. અખિલેશયાદવની સરકારને હટાવી ભાજપે જંગી બહુમત સાથે વિજય મેળવ્યો હતો અને મેળવેલી બેઠક કોઇપણ એજન્સી કે ટીવીચેનલના એક્ઝીટ પોલના પરિણામ કરતા વધારે હતી. એવી જ રીતે સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટીને મળેલી વાસ્તવિક બેઠકની સંખ્યા એક્ઝીટ પોલના આંકડાઓ કરતા ઘણી ઓછી હતી.

એજન્સી

ભાજપ

સપા અને કોંગ્રેસ

બસપા

અન્ય

ઇન્ડિયા ન્યૂઝ

૧૮૫

૧૨૦

૯૦

એબીપી

૧૬૪ -૧૭૬

૧૫૬-૧૬૯

૬૦-૭૨

૨-૬

ઇન્ડિયા ટીવી

૧૫૫-૧૬૭

૧૩૫-૧૪૭

૮૧-૯૩

૮-૨૦

ન્યૂઝ ૨૪

૨૮૫

૮૮

૨૭

ઇન્ડિયા ટુડે

૨૫૧-૨૭૯

૮૮-૧૧૨

૨૮-૪૨

૬-૧૬

ટાઈમ્સ નાઉ

૧૯૦-૨૧૦

૧૧૦-૧૩૦

૫૪-૭૪

૧૯

વાસ્તવિક પરિણામ

૩૧૨

૫૪

૧૯