×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય રૂપિયો ઐતિહાસિક તળિયે, ડોલરની સામે 77 નજીક


- શેરબજારમાં સેન્સેકસ 1633 પોઇન્ટ, નિફ્ટી 459 પોઇન્ટ તૂટયા

નવી દિલ્હી, તા. 07 માર્ચ, 2022, સોમવાર

યુક્રેન રશિયા યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો જોવા મળતા ભારતનું ઈમ્પોર્ટ બિલ વધવાની ભીતિ છે. આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને અસરની આશંકાએ રૂપિયો ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે. ડોલરની સામે રૂપિયો આજે 77 તરફ આગળ વધ્યો છે. 

શેરબજારના કડાકાને કારણે રૂપિયામાં દબાણ વધ્યું હતું અને 77ને સ્પર્શ્યા બાદ સવારે 10:00 કલાક આસપાસ 76.95 પર વેપાર કરી રહ્યો હતો જે અમેરિકી ડોલર સામે ભારતીય કરન્સીનું નીચલું સ્તર છે. અગાઉનો ઘટાડો એપ્રિલ 2020માં લોકડાઉન દરમિયાન કોરોનાના પીક વખતે 76.87 રૂપિયા નોંધાયો હતો. 

શેરબજારમાં સેન્સેકસ 1633 પોઇન્ટ, નિફ્ટી 459 પોઇન્ટ તૂટયા. ક્રૂડ ઓઇલના ભાવ 130 ડોલર નજીક પહોંચતા વૈશ્વિક બજારમાં કડાકો નોંધાયો છે.