×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Ukariane War: ઝેલેનસ્કી NATO ની રણનીતિથી નારાજ, આકરી ટીકા કરી


અમદાવાદ, તા. 05 માર્ચ, 2022, શનિવાર

રશિયાના હુમલાની સામે ટકી રહેવા માટે યુક્રેન ઝઝૂમી રહ્યું છે. યુક્રેન ઉપર રશિયાએ ત્રણેય સેનાનો ઉપયોગ કરી આક્રમણ કર્યું છે. આ સમયે યુક્રેનની હવાઈ સીમા નો ફ્લાય ઝોન જાહેર થાય એવી રાષ્ટ્પતિ ઝેલેનસ્કીની રજૂઆત છે. તેની સામે અમેરિકાની આગેવાની હેઠળના નેટો નું માનવું છે કે જો એમ કરવામાં આવશે તો રશિયા વધારે ઉગ્ર બનશે અને પછી તેનું પરિણામ નેટો અને રશિયા વચ્ચેના પૂર્ણ કક્ષાનુ યુધ્ધ હશે.

જોકે, ઝેલેનસ્કી એ મોડી રાત્રે એક સંદેશમાં જણાવ્યું હતું કે યુધ્ધ થશે અને રશિયા ઉગ્ર થશે એ નેટો ની માત્ર કલ્પના છે. નેટો રશિયન આક્રમણ રોકવા માટે કોઈ મદદ કરી રહ્યું નથી. કોઈ સેના મોકલી રહ્યું નથી. નેટોના વાયુદળની મદદથી નો ફ્લાય ઝોન થશે તો યુક્રેનને બચાવ માટે મદદ મળશે. એવી ધારણા છે કે નો ફ્લાય ઝોન થાય, નેટો નું હવાઈ દળ હાજર હોય તો રશિયાએ રણનીતિ બદલવી પડે, અત્યારે થઈ રહેલા બેરોકટોક હવાઈ હુમલા અટકાવવા પડે અથવા તો ઘટાડવા પડે.

નેટો માત્ર બેસી રહ્યું છે અને કોઈ મદદ કરવા તૈયાર નથી એમ ઝેલેનસ્કી એ જણાવ્યું હતું.