×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત બજેટ 2022-23 : સગર્ભા મહિલાઓ, પશુપાલકો માટે મહત્વની જાહેરાત



- વર્ષ 2022- 23નું બજેટ 2,43,965 કરોડનું છે જ્યારે વર્ષ 2021-22નું બજેટ 2,27,029 કરોડનું હતું
ગાંધીનગર, તા. 03 માર્ચ, 2022

ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત બજેટ 2022 રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ બજેટ પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે, લોકોની અપેક્ષા પૂર્ણ કરનારૂ બજેટ રહેશે.
 નવા વર્ષના બજેટનો ધ્યેય ગુજરાતના વિકાસને સર્વોચ્ચ સ્તરે લઈ જવાનો છે. 

નાણા મંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટની રજૂઆત કરવામાં આવી રહી છે- 
- જળજીવન મિશન અંતર્ગત દરેક ઘરે શુદ્ધ પાણી પુરૂ પાડવા 5540 કરોડની જોગવાઈ: નાણામંત્રી કનુ દેસાઈ
- બોટાદ, જામખંભાળિયા વેરાવળમાં શરૂ થશે નવી મેડિકલ સરકારી કોલેજ
- મહિલા અને બાળવિકાસ માટે 2022-23 માટે 4976 કરોડની ફાળવણી
- ગત વર્ષે આ વિભાગ માટે 3511 કરોડની થઈ હતી ફાળવણી
- સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના હેઠળ ફાળવણી
- સગર્ભાઓ મહિલાઓને 1000 દિવસ સુધી પોષણક્ષમ ખોરાક આપવાની સરકારની નેમ 
- પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને 1કિલો ચણા, ખાદ્યતેલ આપવામાં આવશે
- વિશવા સહાય પેન્શન યોજના માટે 917 કરોડનું બજેટ



- આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડનું ફંડ ફાળવાયું
- કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7737 કરોડની જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
- સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના માટે ચાર હજાર કરોડ રૂપિયાની જોગવાઈ: નાણામંત્રી કનુ દેસાઈ
- પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજના માટે 2310 કરોડ જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
- જળસંપત્તિ ક્ષેત્ર- 5339 કરોડની જોગવાઈ
- પાણી પુરવઠા વિભાગ- 5451 કરોડની ફાળવણી
- શહેરી વિકાસ- 14927 કરોડની ફાળવણી
- ઉદ્યોગ- 7030 કરોડ
- પ્રવાસન- 465 કરોડ
- વિજ્ઞાન પ્રોદ્યોગિક- 670 કરોડ
- શિક્ષણ- 34,884 કરોડ
- મત્સય- 880 કરોડ 
- સાગર ખેડૂતને લોન આપવા- 75 કરોડ
- ગૃહ વિભાગ- 8825 કરોડ
- સહકારી ખાંડ મિલોને લોન આપવા 10 કરોડની ફાળવણી
- અન્ન નાગરિક પુવઠા માટે- 1526 કરોડ
- કાયદા વિભાગ- 1740 કરોડ
- આદિજાતિ વિભાગ- 2909 કરોડ
નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કરવાના હોવાથી એમનો પરિવાર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો 


- ગુજરાતમાં અમારી સરકારે 10 કરોડ કોરોના રસીના ડોઝ મફતમાં આપ્યા. 
- રાજ્યનો જીડીપી બે દાયકામાં વીસ લાખ કરોડ થયો છે. 
- માથાદીઠ આવક રૂ. 19000થી વધી રૂ. 2.14 લાખ કરોડ થયો છે.
- 280 સેવાઓને ડિજિટલ પોર્ટલ પર લઈ ગયાં છીએ
- આવકના દાખલાની મુદત વધારીને 3 વર્ષ કરી
કૃષિ વિભાગ માટે 
- નાણામંત્રી કનુ દેસાઈએ નવા વર્ષ માટે કૃષિ વિભાગ માટે રૂ. 7737 કરોડની ફાળવણી કરી છે. 
- રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરાશે. 
- ડાંગ રાજ્યનો પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો.
- મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડની ફાળવણી.
- રખડતા પશુઓથી મુક્તિ મેળવવા 100 કરોડની જાહેર જોગવાઇ કરાઈ.
સગર્ભાઓ મહિલાઓને ગુજરાત સરકારની ભેટ
- સગર્ભાઓ મહિલાઓને 1000 દિવસ સુધી પોષણક્ષમ ખોરાક આપવાની સરકારની નેમ. 
- પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને 1 કિલો ચણા, ખાદ્યતેલ આપવામાં આવશે.
શિક્ષણને ગુણવતાસભર બનાવવાનો નિર્ણય
- ભૂપેન્દ્ર પટેલ સરકારે નવા વર્ષમાં શાળા શિક્ષણને વધુ ઉચ્ચતમ સ્તર પર લઈ જવાની યોજન ઘડી
- સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ લોન્ચ
- આ યોજના હેઠળ સરકારે 500 કરોડનો ખર્ચ કરવાની તૈયારી દર્શાવી
- 70 લાખથી વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે