×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભડકે બળ્યું ક્રૂડ ઓઇલ: ભાવ 110 ડોલર નજીક


અમદાવાદ, તા. 02 માર્ચ, 2022, બુધવાર

રશિયાએ યુક્રેન ઉપર કરેલા યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે. એમાં વિવિધ દેશોએ રશિયા ઉપર પ્રતિબંધ લાદતા, ક્રૂડમાં માંગ અને પુરવઠાની તંગ સ્થિતિએ ભાવ આઠ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા છે. 

વિશ્વનુ કુલ 10 ટકા ક્રૂડ ઓઇલ રશિયા પૂરું પાડે છે અને તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી આ ક્રૂડ બજમાં આવશે નહિ એવી ધારણાના કારણે ભાવ બુધવારે 110 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયા છે.

 અમેરિકા કે અન્ય કોઈ દેશે હજુ રશિયાના ઓઇલ ઉદ્યોગ ઉપર વેચાણ માટે પ્રતિબંધ નથી મૂક્યા પણ રિફાઇનરી કે ટ્રેડર્સ મોસ્કો સાથે સોદા નથી કરી રહ્યા. બજારમાં ક્રૂડ ઓઈલનો સ્ટોક 2014 પછી સૌથી નીચો છે એટલે સ્થિતિ વધારે ગંભીર બની છે.