×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુક્રેન યુદ્ધને કારણે LICનો ઇસ્યુ વિલંબમાં પડી શકે


દેશના કેપિટલ માર્કેટના ઇતિહાસમાં સૌથી મોટા પબ્લીક ઇસ્યુ, કેન્દ્ર સરકારની નાણાં ખાધ ઘટાડવા માટે મહત્વના એવા રૂ. 65000 કરોડના લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના આઇપીઓમાં વિલંબ થઈ શકે છે. કેન્દ્રના નાણા મંત્રી નિર્મલા સીતારામને હિંદુ બિઝનસ લાઈનને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે યુક્રેન ઉપર રશિયાના હુમલાના કારણે જરૂર પડે તો એલઆસીના પબ્લીંક ઇસ્યુની તારીખમાં ફેરફાર કરવું પડશે.

' મારી ઇચ્છા આ પબ્લીક ઇસ્યુ સમયસર થાય એવી છે. પરંતુ વેશ્વિક સ્થિતિના કારણે એમાં ફેરફાર કરવો પડે તો મને કોઈ વાંધો નથી.' એમ સીતારામણે જણાવ્યું હતું.

ખાનગી કંપનીઓમાં આવો નિર્ણય લેવાનો હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટર લઈ શકે છે. પરંતુ LICના કિસ્સામાં તેની તારીખ બદલવા માટેના કારણો મારે સમગ્ર વિશ્વને સમજાવવા પડે એમ નાણા મંત્રીએ ઉમેરયો હતો.

ભારત સરકાર LICમાં પાંચ ટકા હિસ્સો વેચી તેનું લિસ્ટિંગ 31 માર્ચ 2022 પહેલા થાય એવી યોજના સાથે આગળ વધી રહી છે.