×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એક તરફ વાતચીત, બીજી તરફ કિવ ઉપર હુમલા ઉગ્ર બનશે


રશિયાની સત્તાવાર સમાચાર સંસ્થા તાસ દ્વારા મંગળવારેજાહેરાત કરવામાં આવી હતી કે બન્ને દેશો વચ્ચે (રશિયા અને યુક્રેન) સોમવારે શરૂ થયેલી વાતચીતનો બીજો તબક્કો બુધવારે યોજાશે. આ દરમિયાન, રશિયાએ યુક્રેનની રાજધાની કિવ ખાતે કેટલાક ખાસ પ્રકારના સરકારી બિલ્ડીંગ ઉપર હુમલો વધારે ઉગ્ર બનાવવાની જાહેરાત કરતા આસપાસ રહેતા લોકોને ત્યાંથી ખસીજવાની ચેતવણી પણ આપી છે.

યુક્રેનની મીડિયા સંસ્થા ગ્લાવકોમને ટાંકી તસે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે બીજા તબક્કાની વાતચીત તા. ૨ માર્ચના રોજ યોજાશે. બન્ને પક્ષ વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે સોમવારે પાંચ કલાક ચર્ચા થઇ હતી અને તેમાં મંત્રણા આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રશિયાએ એવી માંગણી કરી છે કે યુક્રેન ડોનસ્તેક અને લુગાન્સ્કને અલગ રાજ્યનો દરરજો આપે, તેમજ પૂર્વ પ્રદેશ કીમિયા પરત મેળવવાની માંગ પડતી મુકે. યુક્રેને પોતાના પક્ષે રશિયાના સૈનિકો પરત ફરે અને હુમલા બંધ થાય એવી રજૂઆત કરી છે.

દરમિયાન, રશિયન ડીફેન્સ વિભાગે આજે ચેતવણી ઉચ્ચારી છે કે કિવ ખાતે યુક્રેનના સેન્ટર ફોર ઇન્ફોર્મેશન એન્ડ સાયકોલોજીકલ ઓપરેશન ઉપર હુમલા શરૂ થવાના છે. આ ઉપરાંત, યુક્રેન સરકારના અન્ય સ્ટ્રેટેજીક વિભાગ ઉપર પણ હુમલા કરવામાં આવશે. રશિયન સરકારે આ હુમલાના કારણે આ વિસ્તાર સમ્પૂર્ણ રીતે ખાલી કરવા માટે તેમજ નાગરિકોએ ત્યાંથી ખસી જવા ચેતવણી આપી છે.