×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પુતિને યુક્રેનના બે પ્રાંતને દેશ જાહેર કરતાં સ્થિતિ વણસી


રશિયન સંસદે પુતિનને દેશની બહાર સેનાનો ઉપયોગ કરવા લીલીઝંડી આપી : યુક્રેન પર હુમલાનું 'કાઉન્ટ ડાઉન' શરૂ

જર્મનીએ નોર્ડસ્ટ્રીમ-2 કરાર રદ કર્યો : યુકેએ રશિયાની પાંચ બેન્ક અને ત્રણ અબજપતિ પર પ્રતિબંધ મૂક્યો : આજે સુરક્ષા પરિષદની તાકીદની બેઠક

પુતિનનું પગલું યુક્રેનના સાર્વભૌમત્વ પર મોટો પર પ્રહાર : નાટો  

બાઇડેન, મેક્રો અને ઓલફ સ્કોલ્ઝ વચ્ચે હોટલાઇન પર વાતચીત

પુતિને જાહેર કરેલા બે નવા દેશમાં રોકાણ કરવા પર અમેરિકાના આર્થિક પ્રતિબંધો  

અલગ દેશ જાહેર કરાયેલા બંને પ્રાંતો પર કબજાનો પુતિનનો આદેશ

મોસ્કો : રશિયાના રાષ્ટ્રપતિ પૂર્વી યુક્રેનમાં રશિયાન સમિર્થત અલગતાવાદી વિસ્તાર ડોનેત્સ્ક અને લુહાંત્સ્કને અલગ દેશ તરીકે માન્યતા આપી છે. તેના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે સિૃથતિ વણસી છે.

રશિયાના આ નિર્ણયના પગલે યુક્રેનમાં રશિયા ઘૂસવાનું હોવાના અમેરિકાના દાવાને બળ મળ્યું છે. રાષ્ટ્રપતિની સુરક્ષા બેઠક પછી પુતિને આ જાહેરાત કરી હતી. અને તેની સાથેે મોસ્કો સમિર્થત બળવાખોરો અને યુક્રેનના લશ્કરી દળો વચ્ચેના સંઘર્ષમાં શસ્ત્રો મોકલવાનો રસ્તો સાફ થઈ ગયો છે. બીજી બાજુ યુક્રેનના બે પ્રાંતને રશિયન રાષ્ટ્રપતિ પુતિને બે અલગ દેશ જાહેર કરતાં વૈશ્વિક સમુદાયમાં આકરા પ્રત્યાઘાત પડયા છે.

અમેરિકાએ તેના બે નવા પ્રાંત પર આિર્થક પ્રતિબંધો લાદ્યા છે, યુરોપીયન યુનિયને રશિયા પર પ્રતિબંધોની જાહેરાત કરી છે. બ્રિટને પણ રશિયા ની પાંચ બેન્કો પર પ્રતિબંધ લાદ્યો  છે તો જર્મનીએ રશિયા સાથે નોર્ડસ્ટ્રીમ-ટુનો કરાર રદ કર્યો છે. જ્યારે નાટોએ આ પગલાંને યુક્રેનની પ્રાદેશિક અખંડતા પર પ્રહાર ગણાવ્યો છે. યુક્રેન આના પગલે રશિયા સાથેના રાજદ્વારી સંબંધો ગમે ત્યારે ખતમ કરી શકે છે.

પશ્ચિમી દેશોને ડર છે કે રશિયા યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. આ માટે તે પૂર્વી યુક્રેનમાં ચાલતા સંઘર્ષનો બ્હાના તરીકે ઉપયોગ કરી શકે છે. તેના પહેલા યુક્રેનના અલગતાવાદી નેતાઓએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને વિનંતી કરી હતી કે તે અલગતાવાદી ક્ષેત્રોને માન્યતા આપે અને મિત્રસંિધ પર સહી કરીને તેમની સામે કાર્યવાહી કરતા યુક્રેનના લશ્કરના હુમલા સામે તેમની રક્ષા કરવા લશ્કરી મદદ મોકલે.

રશિયાના નીચલા ગૃહે પણ ગયા સપ્તાહે આ પ્રકારની અપીલ કરી હતી. પુતિને રશિયન સાંસદોને બળવાખોર ક્ષેત્રો સાથે સંિધઓ પર સહી કરવાનો આગ્રહ કર્યો જેથી તેમને મોસ્કોનું સમર્થન મળી શકે. 

યુરોપીયન સંઘે યુક્રેનના અલગતાવાદી ક્ષેત્રોને માન્યતા આપવાના રશિયાના પગલાંને આંતરરાષ્ટ્રીય કાયદાના ભંગનો કરાર ગણાવ્યો છે. તેણે જણાવ્યું હતું કે તે આમા સામેલ લોકો પર પ્રતિબંધ લાદશે. તેમણે યુક્રેનની સ્વતંત્રતા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતા પ્રત્યે તેમના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. 

અમેરિકાએ પણ સોમવારે પૂર્વી યુક્રેનમાં બળવાખોર ક્ષેત્રોની સામે નાણાકીય પ્રતિબંધોની જાહેરાત કરી, જેને રશિયા દ્વારા નવેસરથી માન્યતા આપવામાં આવી છે. અમેરિકાએ ચેતવણી આપી છે કે જરૂર પડે તોતે આગળ કાર્યવાહી કરવા તૈયાર છે. અમેરિકન પ્રમુખ જો બાઇડેને જણાવ્યું હતું કે રશિયાએ જાહેર કરેલા બે નવા દેશમાં અમેરિકાનો કોઈપણ નાગરિક કે કંપની રોકાણ નહી કરી શકે કે તેની સાથે નાણાકીય વ્યવહાર નહીં કરી શકે.

પુતિનના આ પગલાંથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા તેમજ વિદેશ નીતિ સામે અસામાન્ય ભય સર્જાયો છે. યુરોપીયન સંઘના વડા ચાર્લ્સ મિશેલ અને યુરોપીયન પંચના પ્રમુખ ઉર્સુલા વાન ડેરે જણાવ્યું હતું કે રશિયાનું પગલું આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરવાની સાથે મિન્સ્ક સમજૂતીનો પણ ભંગ કરે છે.

રશિયા હવે આકરાં પ્રતિબંધો અને પગલાંનો સામનો કરવા તૈયાર રહે. નાટોએ પુતિનના આ પગલાં સામે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેનાથી યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા પર અસર પડશે. બ્રિટને પણ પુતિનના આ પગલાંની આકરી ટીકા કરી છે અને તેના પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. તેણે રશિયાની પાંચ બેન્કો અને ત્રણ અબજપતિ પર પ્રતિબંધ મૂક્યો છે.

જ્યારે જર્મનીએ રશિયા સાથે નોર્ડસ્ટ્રીમ-ટુનો કરાર તોડી નાખ્યો છે. આ કરાર અબજો ડોલરનો હોવાનો કહેવાય છે. ફ્રાન્સના વડા ઇમેન્યુઅલ મેક્રો, જર્મનીના રાષ્ટ્રપતિ અને અમેરિકાના પ્રમુખ બાઇડેન વચ્ચે આ મુદ્દે હોટલાઇન પર વાતચીત થવાની છે.

આ ઉપરાંત આ માટે સુરક્ષા પરિષદની તાત્કાલિન બેઠક પણ બોલાવવામાં આવનારી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ જણાવ્યું હતું કે બળવાખોરોના વિસ્તારને પુતિન દ્વારા દેશ તરીકે માન્યતા આપવાના પગલાં અંગે જણાવ્યું હતું કે તેમને આનો કોઈપણ પ્રકારનો ડર નથી. તે સિૃથતિનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. 

યુક્રેન સંકટના પગલે શેરબજારમાં ઉથલપાથલ

રશિયાએ યુક્રેનના બે પ્રાંતોને સ્વતંત્ર દેશ જાહેર કરી દેતા યુદ્ધની શક્યતાઓ ઘટવા છતાં વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં આજે ભારે વેલેટાલિટી જોવા મળી હતી. આજે કામકાજના પ્રારંભમાં જ સેન્સેક્સમાં 1289 અને  નિફ્ટીમાં 363 પોઈન્ટના કડાકા બાદ શોર્ટ કવરીંગના પગલે બજારમાં રીકવરી જોવાઈ હતી. કામકાજના અંતે સેન્સેક્સ 383 પોઈન્ટ ઘટીને 57300 અને નિફ્ટી 114 પોઈન્ટ તુટી 17092ના મથાલે બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં ગાબડાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.61 લાખ કરોડનું ધોવાણ થતા અંતે રૂ. 254.78 લાખ કરોડ રહ્યું હતું.

રશિયા-યુક્રેન કટોકટી નાણાકીય સ્થિરતા માટે ચિંતાજનક : સીતારામન

નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે જણાવ્યું હતું કે રશિયા યુક્રેન કટોકટી અને તેના લીધે વિશ્વસ્તરે ઉચકાયેલા ક્રૂડ ઓઇલના ભાવના લીધે ભારતની નાણાકીય સ્થિરતા સામે મોટો પડકાર પેદા થયો છે. ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી ડેવલપમેન્ટ કાુન્સિલ (એફએસડીસી)ની બેઠકમાં બંને મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાણાકીય ક્ષેત્રના બધા નિયમનકારોએ ભાગ લીધો હતો. ક્રૂડ ઓઇલના ભાવ કેટલા ઊંચે જશે તે કહેવું મુશ્કેલ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાજનક સ્થિતિ છે.