×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

India Stocks Live: શેરબજારમાં હાહાકાર, સેન્સેકસ 1250 અંક નીચે ખુલ્યો, નિફટી 16800ની નીચે


અમદાવાદ, તા. 22 ફેબ્રુઆરી, 2022, મંગળવાર

યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવની અસર ભારત સહિતના વિશ્વબજારમાં જોવા મળી રહી છે. SGX નિફ્ટીના સંકેતો અનુસાર જ બેંચમાર્ક ઇન્ડાયસિસ 2 ટકાથી વધુના કડાકે ખુલ્યા છે. બીએસઇ સેન્સેકસ 1250 અંક નીચે 58430ના લેવલે અને નિફટી50 360 અંક નીચે 16845ના સ્તરે જોવા મળી રહ્યા છે.

બ્રોડર માર્કેટમાં વધુ ખાનાખરાબી જોવા મળી રહી છે. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.87 ટકા, 440 અંક તૂટયો છે ત્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 600 અંક, 2.25 ટકા તૂટ્યો છે. શરૂઆતી તબક્કામાં બીએસઇ ખાતે 2110 ઘટનારા શેરની સામે માત્ર 300 શેર જ વધીને કામકાજ કરી રહ્યાં છે. 148 શેરમાં આજે 52 સપ્તાહનું નવું તળિયું જોવા મળી રહ્યું છે. 

HDFCમાં 1730 કરોડની બ્લોકડીલ દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિમિટેડમાં મંગળવારે સવારના સત્રમાં જ મોટી બ્લોકડીલ જોવા મળી છે. આ સોદામાં 71 લાખ શેરનો હાથ બદલો થયો છે જેનું કુલ મૂલ્ય 1730 કરોડ રૂપિયા હતુ. જોકે આ શેર કોણે વેચ્યા અને કોણે ખરીદ્યા તેની માહિતી જાહેર નથી થઇ.