×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રણજી ટ્રોફીઃ આ ક્રિકેટરે ડેબ્યુ મેચમાં જ ત્રેવડી સદી ફટકારી રચ્યો ઈતિહાસ


નવી દિલ્હી,તા.18.ફેબ્રુઆરી.2022 શુક્રવાર

બિહારના રણજી ક્રિકેટર સકિબુલ ગનીએ ઈતિહાસ રચી દીધો છે.ગની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ મેચમાં ત્રેવડી સદી કરનાર પહેલો ક્રિકેટર બન્યો છે.

ગનીએ મિઝોરમ સામે કોલકાતામાં રમાયેલી રણજી ટ્રોફીની મેચમાં 387 બોલનો સામનો કરીને 50 ચોક્કાની મદદથી પોતાની ત્રેવડી સદી પુરી કરી હતી.

ગની 341 રન બનાવીને આઉટ થયો હતો.આ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ અજય રાજકુમાર રોહેરાના નામે હતો.રોહેરાએ હૈદ્રાબાદ સામે 2018-29માં 267 રનની ઈનિંગ રમી હતી.

સકીબુલ ગનીએ આ પહેલા લિસ્ટ એ કેટેગરીની 14 મેચોમાં 31.41ની એવરેજથી 337 રન બનાવ્યા છે અને તેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે.જ્યારે લિસ્ટ એ કેટેગરીની ટી-20 મેચોમાં તેણે 27ની એવરેજથી 192 રન બનાવ્યા છે.

મિઝોરમ સામેની રણજી મેચમાં સકીબુલે બાબુલ કુમાર સાથે 538 રનની ભાગીદારી કરી હતી.બાબુલે પણ બેવડી સદી ફટકારી હતી.