×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિજાબ વિવાદઃ યોગીએ કહ્યુ કે, હું ભગવા કપડા પહેરુ છું પણ બીજાને પહેરવાની ફરજ નથી પાડતો


નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી, 2022

કર્ણાટકથી શરુ થયેલો હિજાબ વિવાદ બીજા રાજયો સુધી પણ પહોંચી ગયો છે અને હવે સીએમ યોગી આદિત્યનાથે તેના પર નિવેદન આપતા કહ્યુ છે કે, કોઈ બાળકી પોતાની મરજીથી હિજાબ નથી પહેરતી.

ભગવા વસ્ત્રો પરના સવાલ પર તેમણે કહ્યુહ તુ કે, હું મારા ભગવા કપડા બીજા પર થોપતો નથી.

એક ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂમાં સીએમ યોગીએ કહ્યુ હતુ કે, જે લોકો તાલિબાન  રાજ લાવવાના સપના જોઈ રહ્યા છે અને અડધી વસતીને તેના અધિકારોથી વંચિત રાખવા માંગે છે તો મારે કહેવુ પડે છે કે, ગઝવા એ હિન્દનુ સપનુ પુરુ નહીં થાય.

સીએમ યોગીએ કહ્યુ હતુ કે, કોઈ બાળકી પોતાની મરજીથી હિજાબ નથી પહેરતી, શું તમને લાગે છે કે મુસ્લિમ મહિલાઓ ત્રિપલ તલાકને પોતાની મરજીથી સ્વીકારી લે છે..તમે એ મહિલાઓેને પૂછો તો ખબર પડશે.મેં તો તેમને આંસુ જોયેલા છે.

તેમણે કહ્યુ હતુ કે, હું મારા મરજીથી ભગવા કપડા પહેરુ છું પણ મારા કાર્યાલયના કર્મચારીઓને પણ આવા કપડા પહેરવા માટે બળજબરી નથી કરતો.હું કાર્યાલય કે પાર્ટીમાં બીજાને  ના કહી શકું કે તમારે પણ ભગવા કપડા પહેરીને આવવુ પડશે.સ્વતંત્રતા બધાને છે પણ સાથે સાથે સંસ્થામાં શિસ્તનુ પાલન થાય તેનુ પણ ધ્યાન રાખવુ પડશે.

યોગીએ દાવો કર્યો હતો કે, જે 58 બેઠકો પર પહેલા તબક્કામાં ચૂંટણી થઈ ત્યાં 40થી 50 બેઠકો ભાજપ જીતશે.અમે આ વખતે પણ 300 કરતા વધારે બેઠકો પર જીતીશું.