×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુપી-બિહારના ભૈયાઓ પંજાબમાં રાજ કરવા માંગે છે, સીએમ ચન્નીના વિવાદિત નિવેદન પર પ્રિયંકા ગાંધીએ તાળીઓ પાડી


નવી દિલ્હી,તા.16.ફેબ્રુઆરી.2022 બુધવાર

ચૂંટણી નજીક આવતા જ નેતાઓ ગમે તેવા નિવેદનો આપતા થઈ જાય છે.

પંજાબમાં સીએમ ચન્નીએ હવે પંજાબી લોકોની સામે અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનુ કાર્ડ ઉતાર્યુ છે.સીએમ ચન્નીએ એક રેલીમાં કહ્યુ હતુ કે, પંજાબીઓ એક થઈ જાવ અને યુપી, બિહાર તેમજ દિલ્હીના ભૈયાઓ અહીંયા રાજ કરવા માંગે છે તેમને નજીક પણ ના આવવા દેતા..આ સાંભળીને સભામાં હાજર પ્રિયંકા ગાંધી પણ તાળીઓ પાડતા દેખાય છે.

આ નિવેદન બાદ પ્રિયંકા ગાંધી પર હવે ભાજપ અને આમ આદમી પાર્ટીએ સવાલો ઉઠાવ્યા છે.કારણકે પ્રિયંકા ગાંધીએ પોતાને પંજાબની પુત્રવધુ ગણાવી હતી અને કહ્યુ હતુ કે, મારુ સાસરુ પંજાબમાં છે.

દરમિયાન ચન્નીના નિવેદન પર ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયે કહ્યુ છે કે, મંચ પરથી પંજાબના સીએમ યુપી અ્ને બિહારના લોકોનુ અપમાન કરે છે અને પ્રિયંકા ગાંધી બાજુમાં ઉભા રહીને હસે છે...આ રીતે કંગ્રેસ યુપી અને દેશનો વિકાસ કરશે...

દિલ્હીના સીએમ કેજરીવાલનુ કહેવુ છે કે, બહુ શરમની વાત છે.આખો દેશ એક છે અને કોઈ પણ વ્યક્તિ કે વર્ગ માટે ખોટી ટિપ્પણીની હું નિંદા કરુ છું.