×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL Auction Breaking: ઓક્શનર ચાલુ હરાજીએ સ્ટેજ પરથી ઢળી પડ્યાં, હરાજી રોકી દેવામાં આવી


બેંગલુરૂ, તા. 12 ફેબ્રુઆરી, 2022, શનિવાર

આઈપીએલ ઓક્શનર Hugh Edmeadesની તબિયત અચાનક ખરાબ થઈ જવાના કારણે તેઓ સ્ટેજ પરથી નીચે પડી ગયા હતા. આ કારણે ત્યાં હાજર સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા અને પોતાના સ્થાન પર ઉભા થઈ ગયા હતા. હ્યૂજ એડમીડ્સ છેલ્લી 3 વખતથી આઈપીએલની ઓક્શન કરાવી રહ્યા છે. બપોરે 12:00 કલાકે ઓક્શનની શરૂઆત થઈ હતી. બીજો સેટ ચાલી રહ્યો હતો તે દરમિયાન અચાનક જ તેઓ પડી ગયા હતા. આ કારણે હરાજીને થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. આગળ હરાજી 3:30 કલાકે શરૂ કરવામાં આવશે. 

36 વર્ષની કારકિર્દીમાં તેમણે 2,700 જેટલી સફળ હરાજીઓ કરાવેલી છે. તેઓ આર્ટ પીસીઝ, વિન્ટેજ કાર્સ, ચેરિટી વગેરે માટેની હરાજીનું સંચાલન કરી ચુક્યા છે.