×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શું કોલેજમાં બિકિની પહેરી શકાશે? હિજાબ વિવાદમાં એક્ટ્રેસ શર્લિન ચોપરાનો પ્રિયંકા ગાંધીને સવાલ


નવી દિલ્હી,તા.10.ફે્બ્રુઆરી.2022

કર્ણાટકમાં સ્કૂલો અને કોલેજોમાં હિજાબ પહેરવા પર ચાલી રહેલા વિવાદમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે, મહિલાઓ પોતાની મરજી પ્રમાણે કપડા પહેરી શકે છે.આ હક તેમને બંધારણે આપ્યો છે.મહિલાઓને બિકિની પહેરવી હોય, ઘૂંઘટ કાઢવો હોય કે પછી જીન્સ પહેરવુ હોય પણ તે તેમની મરજી પર છે.મહિલાઓને હેરાન કરવાનુ બંધ કરો.

તેના પર હવે એક્ટ્રેસ શર્લિન ચોપરાએ કટાક્ષ કરતા કહ્યુ છે કે, મિસસ વાડ્રા, ભારતનુ બંધારણ તમારી સમજ પ્રમાણે શૈક્ષણિક સંસ્થાઓમાં બિકિન પહેરવાની છુટ આપે છે..જો હા તો કયા પ્રકારની બિકિની પહેરવાની છુટ આપે છે તે કહો..મારી પાસે બધી બહુ બિકિની છે અને મને તે ડોનેટ કરવામાં ખુશી થશે.

કર્ણાટકમાં હિજાબ પહેરવાને લઈને વિવાદમાં રાજકીય પક્ષો કુદી પડ્યા છે અને બધા પોત પોતાની વિચારધારા પ્રમાણે નિવેદનો આપી રહ્યા છે ત્યારે હવે શર્લિન ચોપરાએ પ્રિયંકા ગાંધીના હિજાબનો બચાવ કરતા નિવેદનની ઝાટકણી કાઢી છે.