×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આઈપીએલમાં અમદાવાદની ટીમ 'ગુજરાત ટાઈટન્સ' નામથી ઉતરશે


નવી દિલ્હી, તા. 9. ફેબ્રુઆરી 2022 બુધવાર

ઈન્ડિયન પ્રિમિયર લિગમાં બે નવી ટીમો લખનૌ અને અમદાવાદ સામેલ થઈ છે અને અમદાવાદની ટીમનુ નામ જાહેર કરાયુ છે.

અમદાવાદની ટીમને ગુજરાત ટાઈટન્સ નામ અપાયુ છે .ટીમના મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, અમે ગુજરાત માટે આ ટીમ થકી મહાન સિધ્ધિઓ હાંસલ કરવા માંગીએ છે.જેથી ગુજરાતના ક્રિકેટ ચાહકોને ખુશ કરી શકાય.અમારુ ધ્યેય આઈપીએલની સૌથી પ્રેરણાદાયક અને સમાવેશી ટીમ બનવાનુ છે.જેનાથી અમને લાંબા ગાળાની સફળતા અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

મેનેજમેન્ટે કહ્યુ હતુ કે, અમને આશા છે કે, આગામી હરાજીમાં અમે શ્રેષ્ઠ ટીમ કોમ્બિનેશન સાબિત થઈ શકે તેવા ખેલાડીની પસંદગી કરી શકીશું.ગુજરાત ટાઈટન ટીમ ગુજરાતના લોકોના સપોર્ટથી પોતાની મુસાફરીનો પ્રારંભ કરવાની અપેક્ષા રાખી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઈટન ટીમ હાર્દિક પંડ્યાને 15 કરોડ રુપિયા રશીદ ખાનને 15 કરોડ રુપિયા અને શુભમન ગીલને આઠ કરોડ રુપિયામાં ખરીદી ચુકી છે.હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન ટીમનો કેપ્ટન હશે.ગેરી કર્સ્ટર્નને ટીમે બેટિંગ કોચ અને આશીષ નહેરાને હેડ કોચ તરીકે નિમણૂંક અપાઈ છે.