×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Ahmedabad Serial Blast : 26 જુલાઈ, 2008ની અમદાવાદની એ ગોઝારી સાંજ: 14 વર્ષ પહેલાં શું બન્યું ?


અમદાવાદ, તા. 08 ફેબ્રુઆરી 2022 મંગળવાર

અમદાવાદના ઈતિહાસનો એ કાળો દિવસ. શનિવારની એ સાંજ........26મી જુલાઈ 2008નો એ દિવસ ક્યારેય કોઈ અમદાવાદી ન ભૂલી શકે.

તારીખઃ 26-7-2008, શનિવાર

સમયઃ સાંજે 6-10થી 8-05

શહેરમાં કુલ 22 સ્થળે વિસ્ફોટો

એક બાદ એક ઘડાકામાં કુલ 58 લોકોના બ્લાસ્ટમાં કરૂણ મોત નીપજ્યાં અને 240 લોકોને ઇજાઓ પહોંચી.

26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરમાં જે 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. 

ખાડિયામાં 3, બાપુનગર 2, રામોલ 2 અમરાઈવાડી 1, , વટવા 1, દાણીલિમડા 1, ઇસનપુર 1, ઓઢવ 2, કાલુપર 1, અમદાવાદ સિવિલ 1, નરોડા 2, સરખેજ 1, નિકોલ 1 અને ખાત્રજમાં 1. જેમાંથી રામોલ અને ખાત્રજમાં એએમટીએસની બસમાંથી જે બોમ્બ મળ્યા હતા તેને ડિફ્યૂઝ કરવામાં આવ્યા હતા.

ગુજરાત પોલીસ ઉપરાંત મધ્ય પ્રદેશની ઉજ્જૈન પોલીસ, દિલ્હી, મુંબઈ, કર્ણાટક, કેરળ અને રાજસ્થાન પોલીસે આ બ્લાસ્ટમાં સંડવાયેલા આરોપીઓની ધરપકડ કરીને ગુજરાત પોલીસને સોંપ્યા હતા.

સ્પેશિયલ કોર્ટે આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો સંભળાવ્યો છે. અમદાવાદ બ્લાસ્ટમાં 49 આરોપી સમગ્ર બ્લાસ્ટના ષડયંત્રમા સામેલ હતા, તે આખરે સાબિત થઈ ગયુ છે. 77 માંથી કુલ 28 આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા છે. તો 49 આરોપીઓ દોષિત જાહેર કરાયા છે. જેમને આવતીકાલે સજા સંભળાવવામા આવશે. આવતીકાલે આરોપીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ સજા સંભળાવવામાં આવશે.