×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુકેશ અંબાણીએ ખરીદી ભારતની સૌથી મોંઘી કાર Rolls-Royce SUV, 12 લાખ આપીને લીધો VIP નંબર


- જે નંબર પસંદ કર્યો તે વર્તમાન સીરીઝમાં ઉપલબ્ધ નહોતો માટે આ નંબર માટે RTO દ્વારા એક નવી સીરીઝ શરૂ કરવામાં આવી

અમદાવાદ, તા. 05 ફેબ્રુઆરી, 2022, શનિવાર

ભારતના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ 13.14 કરોડ રૂપિયાની લક્ઝરી રોલ્સ રોય્સ કાર ખરીદી છે. અંબાણીએ ખરીદેલી આ હૈચબૈક કાર બ્રિટિશ લક્ઝરી વાહન નિર્માતા રોલ્સ રોયસની છે. રોલ્સ રોય્સ કલિનન પેટ્રોલ મોડલ કારને દક્ષિણ મુંબઈના તારદેવ ક્ષેત્રીય પરિવહન કાર્યાલય (આરટીઓ) ખાતે કંપની દ્વારા રજિસ્ટર કરાવવામાં આવી છે. 

આરટીઓ અધિકારીઓના કહેવા પ્રમાણે રોલ્સ રોય્સના કલિનન મોડલવાળી આ પેટ્રોલ કાર દેશમાં અત્યાર સુધીમાં ખરીદવામાં આવેલી સૌથી મોંઘી ગાડીઓમાંથી એક છે. જાણવા મળ્યા મુજબ મુકેશ અંબાણી પોતે જ આ ગાડીનો ઉપયોગ કરશે. આ કાર માટે વધારાના 12 લાખ રૂપિયા ચુકવીને એક વીઆઈપી નંબર પણ લેવામાં આવ્યો છે. અધિકારીઓના કહેવા પ્રમાણે આ નંબર 0001થી ખતમ થાય છે. 

ખાસ વાત એ છે કે, એક વીઆઈપી નંબર માટે લોકોએ 4 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે પરંતુ જે નંબર પસંદ કર્યો તે વર્તમાન સીરીઝમાં ઉપલબ્ધ નહોતો માટે આ નંબર માટે RTO દ્વારા એક નવી સીરીઝ શરૂ કરવામાં આવી. 

રોલ્સ રોય્સે આ કારને સૌથી પહેલા વર્ષ 2018માં બજારમાં ઉતારી હતી અને તે સમયે તેની કિંમત 6.95 કરોડ રૂપિયાથી શરૂ થતી હતી. વાહન ઉદ્યોગ નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ગ્રાહકોની માગણી પ્રમાણે આ કારમાં ફેરફાર કરવાથી તેની કિંમત વધી જાય છે. 

આરટીઓ અધિકારીઓએ જણાવ્યું કે, કંપનીએ 2.5 ટન કરતાં વધારે વજનવાળી અને 564 બીએચપી પાવરની 12-સિલિન્ડર કાર માટે 'ટસ્કન સન' રંગ પસંદ કર્યો છે. તેના માટે એક વિશેષ નંબર પ્લેટ પણ મેળવવામાં આવી છે જેની નોંધણી 30 જાન્યુઆરી, 2037 સુધી માન્ય ગણાશે. આ માટે રિલાયન્સે 20 લાખ રૂપિયાનો કર ચુકવ્યો છે અને સડક સુરક્ષા કર તરીકે અલગથી 40,000 રૂપિયા પણ ચુકવ્યા છે. 

રોલ્સ રોય્સનું આ વાહન મોડલ અન્ય કેટલાક ઉદ્યોગપતિઓ અને બોલિવુડ હસ્તિઓ પાસે પણ છે. રિલાયન્સ પાસે પહેલેથી જ અનેક મોંઘી ગાડીઓ છે અને એટલે સુધી કે, કંપનીએ અંબાણી પરિવારના ઘરની બહાર સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓને પણ એક બીએમડબલ્યુ કાર આપી છે.