×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નેતાઓ સામેના પડતર કેસોની સંખ્યા 5000 થઈ


અપરાધીઓમુક્ત સંસદ અને વિધાનસભાના દાવા વચ્ચે

1899 કેસો પાંચ વર્ષથી પણ જૂના, 1475 કેસોનો સમયગાળો બેથી પાંચ વર્ષનો : સુપ્રીમમાં કોર્ટમિત્રએ આંકડા સોંપ્યા

નેતાઓ સામેના કેસોની સુનાવણી સ્થગિત કર્યા વગર દરરોજ કરવામાં આવે તો ઝડપી નિકાલ શક્ય : કોર્ટમિત્રની સલાહ

2018માં 4110 કેસો હતા, જે 2020માં વધીને 4859 થયા, હવે આંકડો પાંચ હજારને પાર થવા આવ્યો

નવી દિલ્હી : કોર્ટોમાં ધારાસભ્યો અને સાંસદોની સામેના પડતર કેસોની સંખ્યામાં છેલ્લા સાત વર્ષોમાં 862નો વધારો થયો છે. અને સંખ્યા વધીને પાંચ હજારે પહોંચી ગઇ છે. સાંસદો અને ધારાસભ્યો સામેના કેસોનો ઝડપી નિકાલ આવે તે માટે વિશેષ કોર્ટોનું ગઠન કરવા માટેની અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.

તાજેતરના આંકડા આ જ મામલા પર સુનાવણી દરમિયાન સામે આવ્યા છે. કોર્ટને સોપવામાં આવેલા આ આંકડા મુજબ ધારાસભ્યો અને સાંસદો સામેના કેસોની સંખ્યા વધતી જાય છે. અવાર નવાર દાવા થતા આવ્યા છે કે સંસદ અને વિધાનસભાને અપરાધીમૂક્ત રાખવામાં આવશે. જોકે આ  આંકડાઓ સામે આવ્યા છે તે આ દાવાઓ પર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. 

સુપ્રીમ કોર્ટને આ કેસોના નિકાલ માટે દાખલ થયેલી અરજીમાં એમિકસ ક્યૂરી વિજય હંસારિયા મદદ કરી રહ્યા છે. તેઓએ આ આંકડા કોર્ટને આપ્યા હતા. કોર્ટને સોપેલી આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ડિસેંબર 2018માં સાંસદો અને ધારાસભ્યો સામેના કેસોની સંખ્યા 4110 હતી. જે ઓક્ટોબર 2020 સુધીમાં વધીને 4859 સુધી પહોંચી ગઇ હતી. જ્યારે ગયા વર્ષે 2021માં આંકડો 4984એ પહોંચી ગયો છે. 

વર્ષો જુના કેસો પેન્ડિંગ છે તેની સંખ્યા પણ ઘણી છે. 1899 એવા કેસો છે કે જે છેલ્લા પાંચ વર્ષથી પણ જુના  છે. અને 1475 કેસો એવા છે કે જે બે વર્ષથી પાંચ વર્ષ જુના છે. સુપ્રીમ કોર્ટ આ મામલાઓનું સતત મોનિટરિંગ પણ કરી રહી છે અને આ મામલે અનેક આદેશો પણ જારી કરી ચુકી છે. ડિસેંબર 2018થી લઇને અત્યાર સુધી 2775 મામલાઓનું નિરાકરણ કરાયું છે. તેમ છતા કુલ પેન્ડિંગ કેસોની સંખ્યા વધી ગઇ છે.

પેન્ડિંગ કેસોમાં 3322 કેસો મેજિસ્ટ્રેટ કોર્ટોમાં પેન્ડિંગ છે. જ્યારે 1651 મામલા સેશંસ કોર્ટોમાં પેન્ડિંગ છે. એમિકસ ક્યૂરીએ એમ પણ કહ્યું હતું કે આવા મામલાઓની સુનાવણી દરરોજ થવી જોઇએ અને વચ્ચે સૃથગિત કરવામાં ન આવે તો ઝડપી નિકાલ આવી શકે. સરકારી વકીલો સહયોગ ન આપે તો રાજ્ય સરકારના મુખ્ય સચિવને તેની ફરિયાદ કરવામાં આવે અને જરૂરી પગલા ઉઠાવવામાં આવે.

આ ઉપરાંત દરેક ટ્રાયલ કોર્ટ પાંચ વર્ષથી વધુ જુના કેસો પર હાઇકોર્ટને વિસ્તૃત રિપોર્ટ સોપે. કેમ આવા કેસોમાં વધુ સમય લાગ્યો તેનું કારણ પણ કોર્ટને જણાવે. હાઇકોર્ટ આવી રિપોર્ટનું અવલોકન કરે અને જરૂરી પગલા ઉઠાવે.

આ ટ્રાયલ કોર્ટોમાં આ પ્રકારના કેસોની કામગીરી ઓનલાઇન થાય તે માટેની વ્યવસૃથા માટે કેંદ્ર સરકાર રકમની ફાળવણી કરે. આ ઉપરાંત ઇડી, સીબીઆઇ અને એનઆઇએના પેન્ડિંગ કેસોની દેખરેખ માટે એક સમિતિની રચના કરવામાં આવે. જેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજને બનાવવામાં આવે આૃથવા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને બનાવવામાં આવે.