×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીના લોકોને મળ્યો છુટકારો, કારમાં માસ્ક પહેરવાના હાસ્યાસ્પદ નિયમમાંથી મુક્તિ


નવી દિલ્હી, તા. 4. ફેબ્રુઆરી 2022 શુક્રવાર

મોટાભાગના રાજ્યોમાં કોરોનાના કારણે માસ્ક પહેરવાના નિયમો લાગુ છે.

જોકે કારમાં બેઠેલા વ્યક્તિને પણ માસ્ક પહેરવાની ફરજ પડાય છે અને લોકોને તેના કારણે આશ્ચર્ય થાય છે.હવે જોકે દિલ્હીમાં લોકોને આનિયમમાંથી  મુક્તિ મળશે.દિલ્હી સરકારે કોરોનાના કેસ ઓછા થયા બાદ પ્રતિબંધો હળવા કરવાની જાહેરાત કરી છે.જેમાં કારમાં એકલા બેઠેલા વ્યક્તિને માસ્ક પહેરવામાંથી છુટ આપવાની પણ જાહેરાત કરાઈ છે.

તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટે આ મુદ્દે દિલ્હી સરકારને ફટકાર લગાવ્યા બાદ હવે સરકારની સાન ઠેકાણે આવી છે.

સાથે સાથે દિલ્હીમાં રેસ્ટોરન્ટ અને બાર 10ની જગ્યાએ 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.નાઈટ કરફ્યુ 11 વાગ્યાથી પાંચ વાગ્યાસુધી રહેશે.

7 ફેબ્રુઆરીથી દિલ્હીમાં તમામ કોલેજ ખોલી નાંખવામાં આવશે.જિમ અને સ્પા તેમજ સ્વિમિંગ પુલ પણ ખુલશે.ઓફિસોમાં 100 ટકા સ્ટાફ સાથે કામ કરવાની મંજૂરી અપાઈ છે.7 ફેબ્રુઆરીથી 9 થી 12 અને 14 ફેબ્રુઆરીથી નર્સરીથી ધો.8 સુધીની સ્કૂલો ખુલશે.