×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Budget 2022: સરકાર એક વર્ષમાં ખરચશે 39.44 લાખ કરોડ, 20 ટકા રકમ વ્યાજ ચુકવવામાં જશે


નવી દિલ્હી, તા. 1. ફેબ્રુઆરી,2022 મંગળવાર

જે રીતે આપણે ઘરનુ બજેટ બનાવીએ છે અને તેમાં આવક અને જાવકનો હિસાબ હોય છે તેવુ જ કેન્દ્ર સરકારના બજેટમાં હોય છે.

આજે નાણાકીય વર્ષ 2022-23 માટે જે બજેટ રજૂ કરાયુ છે તે પ્રમાણે એક વર્ષમાં સરકાર 39.44 લાખ કરોડ રુપિયા ખરચશે તેવુ અનુમાન છે.તેમાં વધારો કે ઘટાડો થઈ શકે છે.

બજેટ પ્રમાણે સરકારના એક રુપિયાની કમાણી થાય છે

કેપિટલ રિસિપ્ટ 2 ટકા

નોન ટેક્સ રેવેન્યૂ 5 ટકા

કસ્ટમ ડ્યુટી 5 ટકા

જીએસટી 16 ટકા

એકસાઈઝ ડ્યુટી 7 ટકા

કોર્પોરેશન ટેક્સ 15 ટકા

ઈનમકટેક્સ 15 ટકા

ઉધારી 35 ટકા

જ્યારે સરકારનો ખર્ચ ક્યાં ક્યાં થશે તે આ પ્રમાણે છે

કેન્દ્રની યોજનાઓ 15 ટકા

પેન્શન 4 ટકા

નાણા પંચ 10 ટકા

રાજ્યોનો હિસ્સો 17 ટકા

વ્યાજની ચુકવણી 20 ટકા

ડિફેન્સ 8 ટકા

સબસિડી 8 ટકા

કેન્દ્રની સ્પોન્સર્ડ યોજનાઓ 9 ટકા

પેન્શન 4 ટકા

અન્ય ખર્ચ 9 ટકા