×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નહેરુ-ગાંધી પરિવાર 1948 બાદ સતત ગાંધીજીના મુલ્યોની હત્યા કરતો આવ્યો છેઃ ભાજપના સાસંદે રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાન


નવી દિલ્હી, તા. 30. જાન્યુઆરી 2022 રવિવાર

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 74મી પુણ્યતિથિ નિમિત્તે રાજ્યસભાના ભાજપના સાંસદ રાકેશ સિન્હાએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે.

રાકેશ સિન્હાનુ કહેવુ છે કે, નહેરુ ગાંધી પરિવાર 1948 બાદ સતત ગાંધીજીના વિચારો અને આદર્શોની હત્યા કરતો આવ્યો છે.ગાંધી અટકનો સૌથી વધઆરે ઉપયોગ આ પરિવારે કર્યો છે.આ પરિવાર માટે સત્તા જ સર્વસ્વ છે.તેઓ ફિરોઝ ગાંધીની પુણ્ય તિથિ પર એક ટ્વિટ કરતા નથી કરતા અને નથી તેમની કબર પર જતા.ગાંધીજી તો એક જ હતા.

રાકેશ સિન્હાએ કહ્યુ હતુ કે, ગાંધીજીની હત્યાનો પ્રયાસ 20 જાન્યુઆરી,1948ની પ્રાર્થના સભામાં થયો હતો.જેમાં મદનલાલ પાહવા પકડાયો હતો.તેણે પોલીસને કહ્યુ હતુ કે, ગાંધીજીની હત્યાનુ ષડયંત્ર ઘડાયુ છે.આમ છતા કાવતરુ ઘડનારાઓને પકડવામાં આવ્યા નહોતા અને ગાંધીજીની સુરક્ષા પણ વધારાઈ નહોતી.ગાંધી પરિવારના વંશજો નહેરુ વતી જવાબ આપે  કે ગાંધીજીની સુરક્ષા કેમ વધારાઈ નહોતી..આ ચૂક હતી કે જાણી જોઈને રચવામાં આવેલુ કાતવરુ હતુ...

રાકેશ સિન્હાએ કહ્યુ હતુ કે, ફિરોઝ ખાનની સરનેમ તો gandhy હતી પણ ગાંધી પરિવારે તો gandhi સરનેમ અપનાવી લીધી છે.તેઓ ગાંધીજીના નામનુ શોષણ કરી રહ્યા છે.ગાંધીજીએ તો પોતાના પુત્રને રાજનીતિથી દુર રાખ્યા હતા.

તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં દાદા કે પરદાદાની અટક રાખવાની પરંપરા છે.મને લાગે છે કે, રાહુલ ગાંધીએ સાચી સરનેમ અપનાવી લેવી જોઈએ અથવા તો પોતાના માતાના પક્ષની નહેરુ અટક રાખી લેવી જોઈએ.

તેમણે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી ચૂંટણી પુરતા હિન્દુ બની જાય છે અને હિન્દુત્વને ગાળો આપે છે.તેઓ મુસ્લિમ વોટ બેન્કને પોતાના પક્ષે કરવા માટે હિન્દુત્વ અને હિન્દુવાદી સંગઠનોની ટીકા કરી રહ્યા છે.