×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વધુ એક કોરોના વાયરસનો પતો લાગ્યો છે, ત્રણમાંથી એક દર્દીનુ મોત થઈ શકે છેઃ ચીનના વૈજ્ઞાનિકોની ચેતવણી


બીજિંગ, તા. 28. જાન્યુઆરી 2022 શુક્રવાર

કોરોના વાયરસે સૌથી પહેલા ચીનના વુહાન શહેરમાં દેખા દીધી હતી.

વુહાનના વૈજ્ઞાનિકોએ હવે દુનિયાને ચેતવણી આપતા કહ્યુ છે કે, એક નવો વાયરસ NEOCOV પણ મળી આવ્યો છે.આ વાયરસ નવો નથી પણ તેની ખબર હમણાં પડી છે.તે દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે.રાહતની વાત એ છે કે, હજી તે માણસોમાં ફેલાયો નથી.

રશિયન મીડિયાના અહેવાલ પ્રમાણે NEOCOV વાયરસ મર્સ કોવ નામના વાયરસ સાથે જોડાયેલો છે.મર્સ કોવનો પ્રકોપ 2012 અને 2015માં પશ્ચિમ એશિયાના દેશોમાં જોવા મળ્યો હતો.NEOCOV પણ સાર્સ કોવિડ ટુ જેવો છે.જેનાથી માણસો સંક્રમિત થઈ રહ્યા છે.

વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, હાલમાં તો તે દક્ષિણ આફ્રિકામાં ચામાચિડિયામાં જ જોવા મળ્યો છે.વુહાન યુનિવર્સિટી અને ચાઈના એકેડમી ઓફ સાયન્સના સંશોધકોના રિસર્ચ પેપરમાં કહેવાયુ છે કે, નવા વાયરસને માણસને સંક્રમિત કરવા માટે માત્ર એક મ્યુટેશનની જરુર છે.જો આ વાયરસ માણસોને સંક્રમિત કરશે તો મોટા પાયે લોકોના મોત થઈ શકે છે.દર 3 દર્દીએ એકનુ મોત થવાની શક્યતા છે.

રશિયાના સરકારી વાયરોલોજી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના સંશોધકોનુ કહેવુ છે કે, NEOCOV વાયરસ હાલમાં તો માણસોને સંક્રમિત કરવા માટે સક્ષમ નથી પણ કોરોનાના જે પ્રકારનો ખતરો છે તે જોતા તેના પર અભ્યાસની જરુર છે.