×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મધ્યપ્રદેશ: માથાભારે લોકોને પાઠ ભણાવવા પોલીસે પોતાના રક્ષણ હેઠળ દલિત યુવાનનો વરઘોડો કઢાવ્યો


ભોપાલ, તા. 28. જાન્યુઆરી 2022 શુક્રવાર

મંદિર સામેથી જાન નહીં કાઢવા માટે ગામના માથાભારે લોકોએ દલિત યુવાનને આપેલી ધમકી બાદ પોલીસે આ માથાભારે તત્વનો બરાબર પાઠ શીખવાડયો છે.

મધ્યપ્રદેશના નિમચમાં બેલી ઘટનામાં દલિત યુવાનની જાન કાઢવા માટે પોલીસે ભારે બંદોબસ્ત ગોઠવવી દીધો હતો અને 100 પોલીસ જવાનોના રક્ષણ હેઠળ ડીજે સાથે ધામધૂમથી દલિત યુવાનની જાન પોલીસે કઢાવી હતી.

પોલીસના ડરથી માથાભારે તત્વો વિરોધ કરવાની જગ્યાએ પલાયન કરી ગયા હતા.

દબંગો દ્વારા યુવાન રાહુલ સોલંકીને છેલ્લા કેટલાક દિવસોથી ધમકી અપાઈ રહી  હતી.જેના પગલે રાહુલ અને તેના પરિવારે પોલીસને પત્ર લખીને સુરક્ષા માંગી હતી.જેના પગલે લગ્નના એક દિવસ પહેલા મોટો પોલીસ કાફલો ગામમાં ઉતારી દેવાયો હતો.

વરરાજાની જાન નિકળે તે પહેલા પોલીસ દ્વારા ગામમાં ફ્લેગમાર્ચ પણ કરવામાં આવી હતી.જાનની સાથે સાથે પોલીસ કર્મીઓ પણ આખા રુટ પર ચાલતા રહ્યા હતા.

દલિત વરરાજા રાહુલે કહ્યુ હતુ કે, સામાજિક ભેદભાવ હજી ખતમ નથી થયો અને તેના કારણે અમારે પોલીસની હાજરીમાં જાન કાઢવી પડે તે યોગ્ય નથી.તેનાથી સમાજમાં સારો સંદેશ નહીં જાય.સામાજિક ભેદભાવને ખતમ કરવો પડશે.

ચાર દિવસ પહેલા મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં દલિત યુવાનની ગાડીમાં તોડફોડ કરાવની ઘટના બનીહ તી.એ પછી તંત્રે નીમચમાં આવુ ના થાય તે માટે સતર્કતા દાખવી હતી.