×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એર ઈન્ડિયા માટે સરકારને મળી ફાઈનલ પેમેન્ટ, આજથી એર લાઈન થઈ ગઈ ટાટાની


- સરકારે 25 ઓક્ટોબરે 18,000 કરોડ રૂપિયામાં એર ઈન્ડિયાના વેચાણ માટે ટાટા સન્સ સાથે ખરીદ કરાર કર્યો હતો

નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2022, ગુરૂવાર

એર ઈન્ડિયાની કમાન પૂરી રીતે ટાટા સમૂહના હાથમાં આપવાની તૈયારી તેજીથી ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે સરકાર એર ઈન્ડિયાને આજે ટાટા સમૂહને સોંપી શકે છે. આ અટકળોની વચ્ચે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમઓ ઈન્ડિયાએ આ મુલાકાતની તસ્વીર શેર કરી હતી.

સરકારી સૂત્રોએ જણાવ્યું કે, એર ઈન્ડિયાના હાજર બોર્ડની છેલ્લી મીટીંગ આજે લગભગ 2:30 વાગ્યે થશે. એર ઈન્ડિયાના બોર્ડના સરકારી સદસ્યો રાજીનામું આપશે સાથે જ ટાટા સન્સ દ્વારા નામાંકિત નવું બોર્ડ નિયંત્રણ સંભાળશે ત્યાર બાદ ટાટા સન્સ એર ઈન્ડિયાના નવા સીએમડી અને ઉચ્ચ પદો પર નિયુક્તિ કરશે.

સરકારે પ્રતિસ્પર્ધી બોલી પ્રક્રિયા બાદ 8 ઓક્ટોબરે 18,000 કરોડ રૂપિયામાં એર ઈન્ડિયાને Talace પ્રાઈવેટ લિમિટેડને વેચી દીધી હતી. તે ટાટા સમૂહની હોલ્ડિંગ કંપનીનું આનુષંગિક એકમ છે.

ત્યાર બાદ ટાટા સમૂહને એક આશય પત્ર (LoI) જારી કરવામાં આવ્યો હતો જેમાં સરકારની એરલાઈનમાં પોતાની 100% ભાગીદારી વેચવાની ઈચ્છાની પૃષ્ટિ કરી હતી. પછી કેન્દ્રએ આ સોદા માટે શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

ડીલ પ્રમાણે એર ઈન્ડિયા સાથે તેમની વ્યાજબી વિમાન સેવા એર ઈન્ડિયા એક્સપ્રેસની પણ 100% ભાગીદારીનું વેચાણ કરવામાં આવશે. આ સાથે તેની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એઆઈએસએટીએસનો 50% હિસ્સો ટાટા ગ્રુપને આપવામાં આવશે.

સરકારે 25 ઓક્ટોબરે 18,000 કરોડ રૂપિયામાં એર ઈન્ડિયાના વેચાણ માટે ટાટા સન્સ સાથે ખરીદ કરાર કર્યો હતો. ટાટા આ સોદાના બદલામાં સરકારને રૂ. 2,700 કરોડ રોકડ આપશે અને એરલાઇન પર બાકી રૂ. 15,300 કરોડનું દેવું લેશે.

વર્ષ 2007-08માં ઈન્ડિયન એરલાઈન્સ સાથે મર્જર થયા બાદ એર ઈન્ડિયા સતત નુકસાનમાં ચાલી રહી હતી. 31 ઓગસ્ટ 2021 સુધીમાં તેમની પાસે કુલ રૂ. 61,562 કરોડ બાકી હતા.