×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે'- શ્વેતા તિવારીના નિવેદન મુદ્દે વિવાદ


- મધ્ય પ્રદેશા ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ શ્વેતા તિવારીના વિવાદિત નિવેદનનું સંજ્ઞાન લીધું

નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2022, ગુરૂવાર

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ ભગવાનને લઈ એક વિવાદિત નિવેદન આપ્યું છે. શ્વેતા તિવારી હાલ ભોપાલમાં છે. તે ફેશન સાથે સંકળાયેલી વેબ સીરિઝના એનાઉન્સમેન્ટ માટે સ્ટારકાસ્ટ અને પ્રોડક્શન ટીમ સાથે ભોપાલ પહોંચી હતી. આ સીરિઝના પ્રમોશન દરમિયાન શ્વેતા એવું કશું બોલી હતી જેને લઈ ભારે વિવાદ સર્જાયો છે. 

શ્વેતાનું વિવાદિત નિવેદન

પ્રમોશન દરમિયાન સ્ટેજ પર એક ડિસ્કશન કાર્યક્રમમાં મજાક કરતી વખતે શ્વેતા તિવારીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. વિવાદિત નિવેદનમાં શ્વેતાએ કહ્યું હતું કે,- 'મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે.' શ્વેતાના આ નિવેદન બાદ હોબાળો મચી રહ્યો છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

ગૃહમંત્રીએ માગ્યો રિપોર્ટ

મનીષ હરિશંકર નિર્દેશિત આ સીરિઝના તમામ સ્ટાર્સ ભોપાલમાં પ્રમોશન માટે ગયા હતા અને શ્વેતાએ મજાકમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. આ વીડિયો વાયરલ થયા બાદ કેટલાક લોકોના કહેવા પ્રમાણે આ પ્રકારના નિવેદન દ્વારા શ્વેતાએ તેમની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. ભોપાલમાં આપેલા નિવેદન બાદ શ્વેતા તિવારીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. 

મધ્ય પ્રદેશા ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ શ્વેતા તિવારીના વિવાદિત નિવેદનનું સંજ્ઞાન લીધું છે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે, 'મેં શ્વેતા તિવારીનું નિવેદન સાંભળ્યું છે, જોયું છે. હું તે નિવેદનની ટીકા કરૂં છું. મેં ભોપાલ પોલીસ કમિશ્નરને નિર્દેશ આપ્યા છે કે, જલ્દી તપાસ કરીને મને રિપોર્ટ સોંપે અને ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવે.'

આ સીરિઝમાં જોવા મળશે શ્વેતા

શ્વેતા તિવારીની આ નવી વેબ સીરિઝની વાત કરીએ તો તેનું શૂટિંગ ભોપાલમાં થવાનું છે. મનીષ હરિશંકર તેનું નિર્દેશન કરી રહ્યા છે. આ સીરિઝનું નામ 'શો સ્ટોપર્સ' રાખવામાં આવ્યું છે. આ સીરિઝમાં રોહિત રાય, કંવલજીત, સૌરભ રાજ જૈન અને શ્વેતા તિવારી જોવા મળશે. 

પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં

શ્વેતા તિવારી અગાઉ પોતાની પર્સનલ લાઈફને લઈ વિવાદનો સામનો કરી ચુકી છે. શ્વેતાના પહેલા પતિ રાજા ચૌધરીએ ભારે હોબાળો કર્યો હતો અને ત્યાર બાદ તેઓ વિવાદમાં રહ્યા હતા. ત્યાર બાદ શ્વેતાના બીજા પતિ અભિનવ કોહલીએ શ્વેતા પર દીકરાને તેમનાથી દૂર કરવાનો આરોપ લગાવ્યો હતો. શ્વેતા અને અભિનવ વચ્ચેની લડાઈ હજુ પણ ખતમ નથી થઈ.