×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુપી ચૂંટણી પહેલા કોંગ્રેસના ટોચના નેતા અને પૂર્વ મંત્રી આરપીએન સિંહનુ પાર્ટીમાંથી રાજીનામુ, ભાજપમાં જોડાશે


લખનૌ, તા. 25. જાન્યુઆરી 2022 મંગળવાર

યુપીની ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસને મોટો ફટકો માર્યો છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને યુપીએ સરકારમાં મંત્રી રહી ચુકેલા આરપી એન સિંહે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો છે અને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.

આજે આરપીએન સિંહે પોતાનુ રાજીનામુ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને સોંપી દીધુ હતુ.તેમણે પોતાના રાજીનામાના પત્રની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

સૂત્રોનુ કહેવુ છે કે, આજે તેઓ દિલ્હીમાં ભાજપમાં સામેલ થશે.આર પી એન સિંહ રાજીનામુ આપતા પહેલા ઝારખંડ કોંગ્રેસના પ્રભારી પણ હતા.કોંગ્રેસને ઝારખંડમાં ગઠબંધન કરીને સત્તા પર લાવવામાં તેમણે મહત્વનો રોલ અદા કર્યો હતો.

ભાજપ હવે આરપીએન સિંહને યુપીની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવશે.તેઓ મૂળ યુપીના પૂર્વાંચલના રહેવાસી છે.

2009 અને 2014માં તેઓ લોકસભાની ચૂંટણી જીત્યા હતા અને યુપીએ સરકારમાં પેટ્રોલિયમ વિભાગના મંત્રી પણ રહ્યા હતા.

તેમણે કહ્યુ હતુ કે, દેશ જયારે ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યુ છે ત્યારે હું મારા રાજકીય જીવનના નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું.

સૂત્રોનુ કહેવુ છે કે, આર પી એન સિંહ યુપીમાં ભાજપ છોડીને સપામાં જનારા સ્વામી પ્રસાદ મૌર્ય સામે ચૂંટણી લડે તેવી શક્યતા છે.તેઓ અગાઉ 2006 થી 2009 દરમિયાન યુપીમાં ધારાસભ્ય રહી ચુક્યા છે.