×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રના વર્ધામાં ભયાનક અકસ્માત, ધારાસભ્યના પુત્ર સહીત 7 મેડિકલ વિદ્યાર્થીઓના મોત


- આ દુર્ઘટના રાત્રે લગભગ 11:30 વાગ્યે બની હતી

નવી દિલ્હી, તા. 25 જાન્યુઆરી, 2022, મંગળવાર 

મહારાષ્ટ્રના વર્ધામાં થયેલા ભયાનક અકસ્માતમાં ધારાસભ્યના પુત્ર સહીત 7 મેડિકલ વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ગયા છે. આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી. મળતી માહિતી પ્રમાણે સેલ્સુરા શિવારથી પસાર થતી વખતે વિદ્યાર્થીઓની ગાડીની સામે એક જંગલી જાનવર આવી ગયું હતું. તેને બચાવવા જતા ગાડી અનિયંત્રિત થઈ ગઈ હતી અને પુલને તોડીને ખાઈમાં પડી ગઈ હતી. 

આ અકસ્માત વર્ધા નજીક રાષ્ટ્રીય રાજમાર્ગ તુલજાપુર પર સેલસુરા શિવારમાં થયો હતો. કારમાં સવાર તમામ 7 વિદ્યાર્થીઓ સાવંગી મેઘે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેઓ યવતમાલથી સવાંગી મેઘે પાછા ફરી રહ્યા હતા. એસપી પ્રશાંત હોલ્કરે જણાવ્યું કે, આ દુર્ઘટના રાત્રે લગભગ 11:30 વાગ્યે બની હતી. જેમના મૃત્યુ થયા છે તેમાં તિરોડા વિધાનસભા ક્ષેત્રના BJP ધારાસભ્ય વિજય રહાંગડાલેનો પુત્ર આવિષ્કાર પણ સામેલ હતો. 

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નામ

1. આવિષ્કાર રહાંગડાલે (ભાજપ વિધાયકના પુત્ર) 

2. નીરજ ચૌહાણ

3. વિવેક નંદન

4. પ્રત્યુષ સિંહ 

5. શુભમ જાયસવાલ 

6.પવન શક્તિ

7. નિતીશ સિંહ