×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વોટકટવા પાર્ટી છે કોંગ્રેસ, પરિસ્થિતિ એટલી ખરાબ કે થોડા જ કલાકમાં સીએમ ઉમેદવારે લીધો યુ-ટર્ન: માયાવતી


નવી દિલ્હી, તા. 23 જાન્યુઆરી 2022 રવિવાર

બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. તેમણે ટ્વીટ કરી કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની પરિસ્થિતિ ખરાબ છે. તેમણે કહ્યુ કે આમના સીએમ ઉમેદવારે થોડા જ કલાકમાં પોતાનુ સ્ટેન્ડ બદલી દીધુ.

માયાવતીએ લખ્યુ કે યુપી વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની પરિસ્થિતિ એટલી વધારે ખરાબ થઈ ગઈ છે કે તેમની સીએમ પદની ઉમેદવારે થોડા જ કલાકમાં પોતાનુ સ્ટેન્ડ બદલી દીધુ છે. એવામાં શ્રેષ્ઠ હશે કે લોકો કોંગ્રેસને મત આપીને પોતાનો મત ખરાબ કરે નહીં, પરંતુ એકતરફી રીતે બીએસપીને જ મત આપે.

બસપા સુપ્રીમો માયાવતીએ આગળ લખ્યુ કે યુપીમાં કોંગ્રેસ જેવી પાર્ટીઓ લોકોની નજરમાં મત કાપનાર પાર્ટીઓ છે. એવામાં ભાજપને યુપીની સત્તાથી બહાર કરીને અહીં સર્વસમાજના હિતમાં અને તેમના જાણીતા નેતૃત્વવાળી સરકારની જરૂર છે. જેમાં બીએસપીનુ સ્થાન વાસ્તવમાં નંબર-1 પર છે.

પ્રિયંકા ગાંધીનો યુ ટર્ન

કોંગ્રેસના યુવા ચૂંટણી ઢંઢેરાના એલાન દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રીનો ચહેરો તેઓ જ છે. તેમના આ નિવેદન બાદથી ના માત્ર તેમની પાર્ટી પરંતુ વિપક્ષી પાર્ટીઓની વચ્ચે પણ એ વાત ચર્ચાનો મુદ્દો બની ગઈ હતી.