×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુભાષચંદ્ર બોઝની 125મી જયંતીઃ રાષ્ટ્રપતિ-PMએ પાઠવી શ્રદ્ધાંજલિ, નેશનલ હોલિડે ઘોષિત કરવા મમતાની માગ


- બંગાળની સરકાર નેતાજીની 125મી જયંતીને સમગ્ર રાજ્યમાં પ્રોટોકોલ સાથે દેશનાયક દિવસ તરીકે ઉજવી રહી છેઃ મમતા

નવી દિલ્હી, તા. 23 જાન્યુઆરી, 2022, રવિવાર

આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતીને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ જણાઈ રહ્યો છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે લખ્યું હતું કે, 'નેતાજીના આદર્શ અને બલિદાન દરેક ભારતીયને હંમેશા પ્રેરિત કરતા રહેશે.' આ પ્રસંગે મમતા બેનર્જીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપીને 23મી જાન્યુઆરીને 'દેશનાયક દિવસ' તરીકે ઉજવવા અને નેશનલ હોલિડે ઘોષિત કરવાની માગણી કરી હતી. 

રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વિટમાં લખ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી પર ભારત કૃતજ્ઞતાપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવે છે. સ્વતંત્ર ભારતના વિચાર પ્રત્યે પોતાની ઉગ્ર પ્રતિબદ્ધતા દેખાડવા માટે તેમણે- આઝાદ હિંદની રચના જેવું સાહસી પગલું ભર્યું. આ તેમને રાષ્ટ્રીય પ્રતીક બનાવે છે. તેમના આદર્શ અને બલિદાન દરેક ભારતીયને હંમેશા પ્રેરિત કરતા રહેશે. 

આ તરફ વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, તમામ દેશવાસીઓને પરાક્રમ દિવસની અનેકોનેક શુભેચ્છાઓ. નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી પર તેમને મારી આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ. તેમના રાષ્ટ્ર પ્રત્યેના યોગદાન પર દરેક ભારતીયને ગર્વ છે. 

મમતાએ કહ્યું- નેશનલ હોલિડે ઘોષિત કરો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, એક રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્રતીક નેતાજીનો બંગાળમાં ઉદય એ ભારતીય ઈતિહાસના ઈતિહાસમાં બેજોડ છે. તેઓ દેશભક્તિ, સાહસ, નેતૃત્વ, એકતા અને ભાઈચારાના પ્રતીક છે. બંગાળની સરકાર નેતાજીની 125મી જયંતીને સમગ્ર રાજ્યમાં પ્રોટોકોલ સાથે દેશનાયક દિવસ તરીકે ઉજવી રહી છે. 

તેમણે કહ્યું હતું કે, નેતાજી પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવાની સાથે જ આંતરરાષ્ટ્રીય સહયોગથી એક નેશનલ યુનિવર્સિટી અને રાજ્ય તરફથી 100% ફન્ડિંગ સાથે જય હિંદ યુનિવર્સિટી બનાવવામાં આવી રહી છે. આ વર્ષે ગણતંત્ર દિવસ પરેડમાં નેતાજી પર એક ઝાંકી પ્રદર્શિત કરવામાં આવશે તથા તેમાં આપણા દેશની સ્વતંત્રતાના 75મા વર્ષના પ્રસંગે બંગાળના અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ સામેલ કરવામાં આવશે. હું ફરી એક વખત કેન્દ્ર સરકારને વિનંતી કરૂં છું કે, નેતાજીની જયંતીને નેશનલ હોલિડે ઘોષિત કરવામાં આવે જેથી આખો દેશ રાષ્ટ્રીય નેતાને શ્રદ્ધાંજલિ આપી શકે અને સરખી રીતે દેશનાયક દિવસની ઉજવણી કરી શકે. 

અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ