×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

NEET-PG અને UG કાઉન્સેલિન્ગઃ OBC અને EWS ક્વોટામાંથી પ્રવેશની મંજૂરી પાછળ SCએ દર્શાવ્યું પોતાનું કારણ


- સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ઓપન કોમ્પિટેટિવ એક્ઝામ્સમાં પ્રદર્શનની સંકીર્ણ પરિભાષાઓમાં મેરિટ ઘટાડી ન શકાય

નવી દિલ્હી, તા. 20 જાન્યુઆરી, 2022, ગુરૂવાર

સુપ્રીમ કોર્ટે NEET-PG અને UG કાઉન્સેલિન્ગમાં OBC અને EWS ક્વોટામાંથી પ્રવેશની મંજૂરીના નિર્ણય પાછળનું પોતાનું કારણ દર્શાવ્યું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, PG અને UG ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ)માં 27% OBC અનામત બંધારણીય રીતે માન્ય છે. કોમ્પિટેટિવ એક્ઝામ આર્થિક સામાજીક લાભ નથી દર્શાવતી જે કેટલાક વર્ગોને મળેલો હોય છે. યોગ્યતા સામાજીકરૂપે પ્રાસંગિક બનવી જોઈએ. અનામત એ યોગ્યતાની વિપરિત નથી પરંતુ તેના ડિસ્ટ્રિબ્યુટીવ પ્રભાવને વધારે છે. AIQની યોજના રાજ્ય સંચાલિત ચિકિત્સા સંસ્થાનોમાં બેઠકોની ફાળવણી કરવા માટે તૈયાર કરવામાં આવી છે. AIQ બેઠકોમાં અનામત આપતા પહેલા કેન્દ્રએ આ કોર્ટની મંજૂરી મેળવવાની આવશ્યકતા નથી. 

કોર્ટે આગળ કહ્યું કે, OBCને NEETમાં 27 ટકા અનામત આપવાનો કેન્દ્રનો નિર્ણય યોગ્ય છે. એવી દલીલ ન કરી શકાય કે, રમતના નિયમો એ સમયે નિર્ધારિત કરવામાં આવ્યા જ્યારે પરીક્ષાની તારીખો નક્કી કરી લેવામાં આવી હતી. EWS ક્વોટાની વેલિડિટીમાં અરજીકર્તાઓનો તર્ક AIQમાં તેના હિસ્સા પૂરતો સીમિત નહોતો પરંતુ આધાર માનદંડ (આવક સ્તરની મર્યાદા) પર પણ છે. માટે તેને વિસ્તારથી સાંભળવાની જરૂર છે. 

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ઓપન કોમ્પિટેટિવ એક્ઝામ્સમાં પ્રદર્શનની સંકીર્ણ પરિભાષાઓમાં મેરિટ ઘટાડી ન શકાય. કોઈ વ્યક્તિની ક્ષમતા અને કાબેલિયત જીવીત અનુભવો, સામાજીક, આર્થિક અને સાંસ્કૃતિક લાભોમાંથી પણ આકાર પામે છે જે કેટલાક વર્ગ ધરાવતા હોય છે. તે તેમની સફળતામાં યોગદાન આપે છે. વિશેષાધિકાર એ લાભ પ્રાપ્ત કરવામાં ભૂમિકા ભજવે છે. હવે માર્ચના ત્રીજા સપ્તાહ દરમિયાન આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.