×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યોગીની જેમ અખિલેશ યાદવ પણ ચૂંટણી લડે તેવી શક્યતા, આઝમગઢની બેઠક પરથી ઝુકાવશે


લખનૌ,તા. 19. જાન્યુઆરી 2022 બુધવાર

યુપીના સીએમ યોગી આદિત્યનાથ ગોરખપુરથી વિધાનસભાની ચૂંટણી લડવાના છે અને હવે સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે પણ વિધાનસભા ચૂંટણીમાં ઝુકાવવાનુ નક્કી કર્યુ છે.

સુત્રોના કહેવા પ્રમાણે આઝમગઢની એક બેઠક પરથી તેઓ ચૂંટણી લડવાના છે.હાલમાં અખિલેશ આઝમગઢથી સાંસદ પણ છે.જોકે આ પહેલા 1 નવેમ્બરે અખિલેશે કહ્યુ હતુ કે, હું વિધાનસભા ચૂંટણી લડવાનો નથી.

દરમિયાન એક ન્યૂઝ એજન્સીનુ કહેવુ છે કે, અખિલેશ યાદવ ગોપાલપુર બેઠક પરથી ચૂંટણી લડવાના છે.જોકે અખિલેશ યાદવ તરફથી આ બાબતની સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે.

જોકે યુપીમાં યોગી સરકારના મંત્રી મોહસિન રઝાએ કહ્યુ હતુ કે, મને નથી લાગતુ કે અખિલેશ ચૂંટણી લડવાનુ પસંદ કરશે.જો તેઓ ચૂંટણી લડશે તો પણ નાછુટકે લડશે.કારણકે તેમની પાર્ટીમાંથી સવાલ પૂછવામાં આવ્યો હશે કે, યોગી જો ચૂંટણી લડી રહ્યા છે તો તમે કેમ નથી લડતા...

જો અખિલેશ યાદવ ચૂંટણી લડશે તો તેમને સાંસદપદ છોડવુ પડશે.