×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ : એક દિવસમાં રેકોર્ડ 17,119 કેસ

ગુજરાતમાં પ્રથમ બંને લહેર કરતાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ, 24 કલાકમાં કેસમાં 35%નો વધારો

સાત મહિના બાદ સૌથી વધુ 10નાં મૃત્યુ : એક્ટિવ કેસ 79600 : એક સપ્તાહમાં જ એક્ટિવ કેસ બમણા

113 દર્દી વેન્ટિલેટર પર : 10 જિલ્લામાં 200થી વધુ કેસ પ્રતિ મિનિટે 12 વ્યક્તિને કોરોના 

અમદાવાદ, મંગળવાર

ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે વધુ રૌૈદ્ર સ્વરૃપ દેખાડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ થતાં રેકોર્ડ ૧૭,૧૧૯ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં માર્ચ ૨૦૨૦માં કોરોનાએ પગપેસારો કર્યો ત્યારબાદ રાજ્યમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ છે. આ સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે ૧૨ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. ગત વર્ષે ૯ જૂન બાદ રાજ્યમાં નોંધાયેલો સૌથી વધુ દૈનિક મરણાંક છે. જાન્યુઆરી માસના ૧૮ દિવસમાં જ રાજ્યમાં કુલ ૧,૨૪,૩૬૨ કેસ નોંધાઇ ચૂક્યા છે અને ૫૬ વ્યક્તિના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસનો આંક ૭૯૬૦૦ છે જ્યારે ૧૧૩ દર્દી વેન્ટિલેટર પર છે. 

ગુજરાતમાં સપ્ટેમ્બરથી નવેમ્બર માસ દરમિયાન કુલ ૧૭ હજાર એક્ટિવ કેસ માંડ નોંધાયા હતા. જેની સરખામણીએ હવે માત્ર એક જ દિવસમાં ૧૭ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. સોમવારની સરખામણીએ મંગળવારે કોરોનાના કેસમાં ૩૫%નો ઉછાળો થયો છે.  કોરોનાના કેસને મામલે અમદાવાદ ફરી એકવાર રાજ્યમાં 'હોટ સ્પોટ' બની ગયું છે. અમદાવાદ શહેરમાં ૫૯૯૮-ગ્રામ્યમાં ૮૦ સાથે ૬૦૭૮ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં દૈનિક કેસે પ્રથમવાર ૬ હજારની સપાટી વટાવી છે. સુરત શહેરમાં ૩૫૬૩-ગ્રામ્યમાં ૪૨૩ સાથે ૩૯૮૬, વડોદરા શહેરમાં ૧૫૩૯-ગ્રામ્યમંાં ૧૩૧ સાથે ૧૬૭૦, રાજકોટ શહેરમાં ૧૩૩૬-ગ્રામ્યમાં ૧૨૫ સાથે ૧૪૬૧, ગાંધીનગર શહેરમાં ૪૦૯-ગ્રામ્યમાં ૭૪ સાથે ૪૮૩, ભાવનગર શહેરમાં ૩૯૯-ગ્રામ્યમાં ૧૦૨ સાથે ૫૦૧, જામનગર શહેરમાં ૨૫૨-ગ્રામ્યમાં ૧૦૨ સાથે ૩૫૪, મહેસાણામાં ૨૪૦, નવસારીમાં ૨૧૧, ભરૃચમાં ૨૦૬ કેસ સામે આવ્યા હતા.

આમ, ૧૦ જિલ્લામાં કોરોનાના દૈનિક કેસનો આંક ૨૦૦થી વધુ નોંધાયો છે. અન્યત્ર કચ્છમાં ૧૭૫, બનાસકાંઠામાં ૧૬૩, જુનાગઢ શહેરમાં ૧૧૬-ગ્રામ્યમાં ૧૫ સાથે ૧૩૧, પાટણમાં ૧૧૯, ખેડામાં ૮૫, સુરેન્દ્રનગરમાં ૭૮, અમરેલીમાં ૭૬, આણંદમાં ૬૫, દાહોદમાં ૬૨, સાબરકાંઠામાં ૫૧, નર્મદામાં ૪૮, પંચમહાલમાં ૪૫, ગીર સોમનાથમાં ૪૨, મહીસાગરમાં ૩૯, દેવભૂમિ દ્વારકામાં ૩૪, પોરબંદર-તાપીમાં ૩૦, બોટાદમાં ૧૨, અરવલ્લીમાં ૧૦, છોટા ઉદેપુર-ડાંગમાં ૩-૩ નવા કેસ નોંધાયા હતા.

આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૯,૫૬,૧૧૨ છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી સૌથી વધુ પાંચ, અમદાવાદમાંથી ૩, ભાવનગર-વલસાડમાંથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૧૭૪ છે. અમદાવાદમાં અત્યારસુધી ૩૪૨૧ વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે.

રાજ્યમાં ૭૯૬૦૦ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ ૨૭૨૬૧ દર્દીઓનો સમાવેશ થાય છે. ૧૧ જાન્યુઆરીએ રાજ્યમાં ૩૭૨૩૮ એક્ટિવ કેસ હતા. આમ, એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં બમણાથી વધુનો વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૮૮૩ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૬૬,૩૩૮ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે. રીક્વરી રેટ હવે ઘટીને ૯૦.૬૧% છે.

ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ?

તારીખ              કેસ

૧૮ જાન્યુ.'૨૨    ૧૭,૧૧૯

૩૦ એપ્રિલ '૨૧   ૧૪,૬૦૫

૨૭ એપ્રિલ '૨૧   ૧૪,૩૫૨

૨૬ એપ્રિલ '૨૧   ૧૪,૩૪૦

૨૯ એપ્રિલ '૨૧   ૧૪,૩૨૭

૨૮ એપ્રિલ '૨૧   ૧૪,૧૨૦

 

ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ

જિલ્લો            નવા    એક્ટિવ

અમદાવાદ     ૬,૦૭૮   ૨૭,૨૬૧

સુરત          ૩,૯૮૬    ૨૨,૯૮૮

વડોદરા       ૧,૬૭૦     ૮,૩૭૬

રાજકોટ        ૧,૪૬૧     ૪,૪૩૬

ભાવનગર      ૫૦૧       ૨,૦૪૧

ગાંધીનગર      ૪૮૩      ૨,૨૭૭

જામનગર      ૩૫૪       ૧,૪૨૦

મહેસાણા       ૨૪૦         ૮૯૪

નવસારી        ૨૧૧      ૧,૦૭૬

ભરૃચ           ૨૦૬      ૧,૦૫૩

 

 

ગુજરાતમાં ૧૮ દિવસમાં કોરોનાથી બદલાયેલી સ્થિતિ

કેસ          ૩૧ ડિસેમ્બર   ૧૮ જાન્યુઆરી

દૈનિક          ૬૫૪         ૧૭,૧૧૯

એક્ટિવ      ૨,૯૬૨        ૭૯,૬૦૦

મૃત્યુ            ૦૦             ૧૦

રીક્વરી   ૯૮.૪૩%          ૯૦.૬૧%