×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસે ઉન્નાવ રેપ પીડિતાની માતાને આપી ટિકિટ, કુલદીપ સિંહ સેંગરની દીકરીનો પ્રિયંકા ગાંધીને વીડિયો મેસેજ


- જે એક પરિવારને બરબાદ કરી નાખે તેવું રાજકારણ મારૂં ઉન્નાવ કદી નહીં સ્વીકારેઃ ઐશ્વર્યા સેંગર

નવી દિલ્હી, તા. 16 જાન્યુઆરી, 2022, રવિવાર

કોંગ્રેસે સદર વિધાનસભા પર ઉન્નાવ દુષ્કર્મ કેસની પીડિતાના માતા આશા સિંહને ઉમેદવાર બનાવ્યા ત્યાર બાદ શનિવારે કુલદીપ સિંહ સેંગરની દીકરી ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તે કહી રહી છે કે, છોકરી છું, સત્ય સૌના સામે લાવવા માટે હું પણ લડી શકું છું. 

ટિકિટ વિતરણ અંગે કહ્યું કે, પ્રિયંકા ગાંધીનું આ પગલું રાજકીય દૃષ્ટિકોણથી સાચું હોઈ શકે પરંતુ નૈતિકતાનો ધર્મ તેમને કદી માફ નહીં કરે. જે મા-દીકરીને ટિકિટ આપવામાં આવી છે તેમના પર અનેક ગંભીર કલમો અંતર્ગત કેસ દાખલ છે. જ્યારે મારી માતાને ટિકિટ મળી હતી ત્યારે તો તમારા દ્વારા ધર્મ અધર્મની તમામ વાતો કહેવામાં આવી હતી. 

વધુમાં ઐશ્વર્યાએ કહ્યું કે, હું આજે પણ કહું છું કે, મારા પિતા વિરૂદ્ધ એક પણ પુરાવો છે તો મારા આખા પરિવારને ફાંસીની સજા સંભળાવી દેવામાં આવે. જે એક પરિવારને બરબાદ કરી નાખે તેવું રાજકારણ મારૂં ઉન્નાવ કદી નહીં સ્વીકારે.