×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુએસમાં નવા 8.29 ,ફ્રાન્સમાં 3.62 કેસ અને યુકેમાં નવા 1.30


- યુએસમાં આવતા મહિને રોજ સરેરાશ બે હજાર મોત થવાની આગાહી

- જર્મનીમાં ચોવીસ કલાકમાં કોરોનાના નવા 80,340 કેસો નોંધાયા 

- યુએસમાં 2283ના મોત થયા હતા. રશિયામાં કોરોનાના નવા 21,155 કેસો નોંધાયા, 

- પાકિસ્તાનમાં ચોવીસ કલાકમાં કોરોનાના નવા 3,000 કેસ નોંધાયા

- ચીનમાં તિયાનજિન શહેરમાં તમામ પ્રકારના પરિવહનને બંધ કરાયુ 

વોશિંગ્ટન : દુનિયામાં ઓમિક્રોન ઝડપથી ફેલાઇ રહ્યો છે તેમ તેના કેસોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં વધી રહી છે. કોરોનાના સૌથી વધારે કેસ યુએસમાં ૮,૨૯,૨૦૯ નોંેધાયા હતા અને ૨૨૮૩ના મોત થયા હતા. યુકેમાં નવા ૧,૨૯,૫૮૭ કેસ અને ૩૯૮ના મોત નોંધાયા હતા. એ જ રીતે ફ્રાન્સમાં નવા ૩,૬૧,૭૧૯ કેસો અને ૨૪૬ મોત, ઇટાલીમાં નવા ૧,૯૬,૨૨૪ કેસો અને ૩૧૩ના મોત. સ્પેનમાં  નવા૧,૭૯,૧૨૫ કેસો અને ૧૨૫ના મોત નોંધાયા હતા. નેધરલેન્ડમાં પણ કોરોનાના નવા ૩૩,૩૪૪ કેસો નોંધાયા હતા. 

જર્મનીમાં રોબર્ટ કોચ ઇન્સ્ટિટયુટ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જર્મનીમાં એક જ દિવસમાં નવા ૮૦,૪૩૦ કેસો નોંધાયા છે. જર્મનીમાં ૭૨ ટકા વસ્તીને કોરોનાની રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે તો ૩૬.૮ મિલિયન લોકોને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યો છે. આમ છતાં જર્મનીમાં હજી ૨૧ મિલિયન લોકોએ કોરોનાની રસી લીધી નથી. રસીકરણનો દર વધારવા માટે જર્મનીએ બાયોએનટક અને ફાઇઝરની રસીના ૫૦ લાખ ડોઝ રોમાનિયા પાસેથી ઇયુની મંજૂરી મેળવીને ખરીદ્યા છેે. 

બીજી તરફ યુએસ સેન્ટર્સ ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેેન્શન દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ચાર અઠવાડિયામાં ૬૨,૦૦૦ કરતાં વધારે લોકોના મોત થશે.પાંચમી ફેબુ્રઆરીએ પુરાં થતાં સપ્તાહે ૧૦,૪૦૦થી ૩૧,૦૦૦ મોત નોંેધાવાની સંભાવના છે.મંગળવારે  યુએસમાં કોરોનાના કારણે સર્વાધિક ૩૦૦૦ લોકોના મોત નોંધાયા હતા. હાલ યુએસમાં રોજના સરેરાશ ૧૬૦૦ કરતાં વધારે મોત નોંધાઇ રહ્યા છે. 

બીજી તરફ રશિયામાંં ગુરૂવારે કોરોનાના નવા ૨૧,૧૫૫ કેસો નોંધાયા હતા અને ૭૪૦ જણાના મોત થયા હતા. રશિયાના જાહેર આરોગ્ય એજન્સી રોસ્પોટ્રેબનાડઝોરના વડા અન્ના પોપોવાએ જણાવ્યું હતું કે આગામી સપ્તાહે રશિયામાં રોજ નવા છ આંકડામાં કેસો નોંધાશે એટલે કે એક લાખ કરતાં વધારે કેસો નોંધાશે. રશિયાના પ્રમુખ પુતિને આ વખતે કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઇને સરકારને સુસજ્જ રહેવા જણાવ્યું હતું. 

દરમ્યાન પાકિસ્તાનમાં ગુરૂવારે કોરોનાના નવા ૩,૦૦૦ કેસો નોંધાયા હતા. જે ચોવીસ કલાકમાં ૪૬ ટકાનો વધારો દર્શાવે છે. બુધવારે પાકિસ્તાનમાં કોરોનાના ૨૦૭૪ કેસો નોંધાયા હતા જે ગુરૂવારે વધીને ૩૦૧૯ થઇ ગયા હતા. છેલ્લે ગયા વર્ષે  પંદર સપ્ટેમ્બરે કોરોનાના ત્રણ હજાર કેસો નોંધાયા હતા.પાકિસ્તાનમાં કોરોનાના કુલ ૧૩,૧૨,૨૬૭ કેસ અને કુલ કોરોના મરણાંક ૨૮,૯૯૨ નોંધાયો છે. પાકિસ્તાનમાં આ મહિને ઓમિક્રોનનું મોજું આવ્યુંં તે કોરોનાની પાંચમી લહેર હતું. 

દરમ્યાન ચીનમાં જ્યાં વિન્ટર ઓલિમ્પિકસ યોજાવાની છે તે બિજિંગની આસ પાસના શહેરોમાં ઓમિક્રોનના કેસો વધવાને કારણે તેમનો બિજિંગ સાથેનો સંપર્ક કાપી નાંખવામાં આવ્યો છે. ઓમિક્રોનને કાબૂમાં લેવા માટે ચીને અડધો ડઝન શહેરોમાં લોકડાઉન લાદ્યું છે. જ્યાં લોકોને તેમના ઘરોની બહાર પણ નીકળવા દેવામાં આવતાં નથી. ગુરૂવારે તિયાનજિન શહેરમાં લોકડાઉન લાદવામાં આવ્યું તે સાથે તેના તમામ પ્રકારના પરિવહનને બંધ કરી દેવામાં આવ્યું છે. ટ્રેન સેવા અને હાઇવેને તો અગાઉથી જ બંધ કરી દેવામાં આવ્યા છે. ફોક્સવેગન એજીની તિયાનજીન શહેરમાં આવેલી બે ફેકટરીઓમાં કર્મચારીઓનો બે વાર ટેસ્ટ કરવામાં આવ્યો છે . કંપનીએ સોમવારે બંને ફેકટરીઓ બંધ કરવાની જાહેરાત કરી હતી. તિયાનજિન શહેરમાં બુધવારે બીજીવાર સામૂહિક ટેસ્ટિંંગ કરવામાં આવ્યું હતું. સરકારે તમામ રહેવાસીઓને ટેસ્ટનું પરિણામ નેગેટિવ ન આવે ત્યાં સુધી ઘરમાં જ રહેવા માટે જણાવ્યું છે. ૧૪ મિલિયનની વસ્તી ધરાવતાં શિયાન શહેરમાં જેમને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે તેમણે ખોરાક ખલાસ થઇ ગયો હોવાની ફરિયાદ કરી હતી. સરકાર વિદશી પ્રવાસીઓને ચીનમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકી દીધો છે અને લોકો પર ડિજિટલ સર્વેલિયન્સ રાખવામાં આવે છે. ચીનમાં રસીનો દર ૮૫ ટકા છે.

એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીનો ત્રીજો ડોઝ ઓમિક્રોન સામે અસરકારક : અભ્યાસ

બૂસ્ટર ડોઝ તરીકે એસ્ટ્રાઝેનેકા વેક્સઝેવેરિયા રસી અસરકારક જણાઇ છે. કંપનીએ જારી કરેલા પ્રાથમિક ડેટા અનુસાર એન્ટીબોડીનો રિસ્પોન્સ વધારે મળ્યો છે. હાલ આ રસીની સેફટી અને ઇમ્યુનોજેનેસિટી ટ્રાયલ કરવામાં આવી રહી છે. ભારતમાં આ રસી કોવિશિલ્ડ તરીકે વાપરવામાં આવે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી આ રસીનો ત્રીજો બૂસ્ટર ડોઝ કોરોનાના બેટા, ડેલ્ટા, આલ્ફા અને ગેમા વેરિઅન્ટ સામે બહેતર પ્રતિભાવ આપે છે.  ટ્રાયલ દરમ્યાન સેમ્પલનું અલગ એનાલિસીસ કરતાં જણાયું હતું કે ઓમિક્રોન સામે આ રસીને કારણે બહેતર એન્ટીબોડી પ્રતિભાવ મળે છે. 

એસ્ટ્રાઝેનેકના વાઇસ પ્રેસિડેન્ટ સર મેને પંગોલાસે જણાવ્યું હતું કે મહામારીની હાલની અરજન્સી જોતાં ઓમિક્રોન સામે અમારી રસીનો બહેતર ઇમ્યુન રિસ્પોન્સ મળ્યો છે. જેને પગલે અમે ત્રીજા બૂસ્ટર ડોઝ તરીકે આ રસીને રેગ્યુલેટરી મંજૂરી મળે તે માટે પ્રયાસો ચાલુ રાખીશું. કંપનીએ જણાવ્યું હતું કે દુનિયામાં બૂસ્ટર ડોઝ તરીકે માન્યતા મળે તે માટે હેલ્થ ઓથોરિટીઓને વધારે ડેટા સુપરત કરવામાં આવ્યો છે. અગાઉ કોઇપણ રસી લેીધી હોય પણ બૂસ્ટર ડોઝ તરીકે આ રસી લેવામાં આવે તો તેનો બહેતર પ્રતિભાવ મળે છે. આ રસીને ૯૦ કરતાં વધારે દેશોમાં શરતી માર્કેેટિંગ કરવાની પરવાનગી મળેલી છે.