×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સૂર સામ્રાજ્ઞી લતા મંગશેકરને કોરોના, હોસ્પિટલમાં દાખલ કરાયા


મુંબઈ, તા. 11. જાન્યુઆરી. 2022 મંગળવાર

સૂર સામ્રાજ્ઞી અને લિજન્ડરી સિંગર લતા મંગેશકર કોરોનાથી સંક્રમિત થયા છે.

92 વર્ષના લતા મંગેશકરને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.ચાહકો માટે રાહતની વાત એ છે કે ,તેમનામાં કોરોનાના હળવા લક્ષણો છે પણ તેમની વયને ધ્યાનમાં રાખીને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.હાલમાં તેઓ આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે.

લાખો ચાહકો લતા મંગેશકર વહેલા સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.આ પહેલા સિંગર અરજિતસિંહ અને તેની પત્ની પણ કોરોનાથી સંક્રમિત થયા હતા.

મહારાષ્ટ્ર અને મુંબઈની સ્થિતિ કોરોનાની રીતે ચિંતાજનક છે.મહારાષ્ટ્રમાં 33470 નવા કેસ સામે આવ્યા છે અને આ પૈકીના 13648 કેસ માંત્ર મુંબઈમાં છે.