×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બુલ્લીબાઈ બાદ સુલ્લી ડીલ્સ કેસમાં એક્શન, ઈન્દોર ખાતેથી એપ ક્રિએટરની ધરપકડ


- બુલ્લીબાઈ એપ બનાવનારો મુખ્ય આરોપી નીરજ બિશ્નોઈ 7 દિવસ માટે સ્પેશિયલ સેલના IFSO યુનિટની કસ્ટડીમાં 

નવી દિલ્હી, તા. 09 જાન્યુઆરી, 2022, રવિવાર 

બુલ્લીબાઈ એપ બાદ હવે સુલ્લી ડીલ મામલે પોલીસે પહેલી ધરપકડ કરી છે. પોલીસે મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતેથી આરોપીની ધરપકડ કરી છે. 25 વર્ષીય આરોપી ઓમકારેશ્વર ઠાકુર જ સુલ્લી ડીલ્સનો મેઈન ક્રિએટર છે. બીસીએના વિદ્યાર્થી ઓમકારેશ્વરે ગત વર્ષે જુલાઈમાં સુલ્લી ડીલ તૈયાર કરી હતી. તેમાં મુસ્લિમ મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે.

પુછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો હતો કે, સુલ્લી ડીલ કેસમાં તેના સિવાય અન્ય લોકો પણ સામેલ હતા જેમણે તેમાં નાની નાની ભૂમિકા ભજવી હતી. પોલીસના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં આ કેસ મામલે વધુ કેટલાક લોકોની ધરપકડ પણ થઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે, બુલ્લીબાઈ એપ બનાવનારો મુખ્ય આરોપી નીરજ બિશ્નોઈ 7 દિવસ માટે સ્પેશિયલ સેલના IFSO યુનિટની કસ્ટડીમાં છે. પોલીસે આરોપીની પુછપરછના આધાર પર સુલ્લી ડીલ મામલે ઈન્દોર ખાતેથી ઓમકારેશ્વર ઠાકુરની ધરપકડ કરી છે. જાણવા મળ્યા મુજબ હવે તેની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. 

ઈન્ફોર્મેશન પ્લાન્ટ કરતો હતો નીરજ

પુછપરછ દરમિયાન નીરજે અનેક મહત્વના ખુલાસાઓ કર્યા છે. તેણે જણાવ્યું કે, સુલ્લી ડીલ કેસ દરમિયાન એક ટ્વિટર હેન્ડલ બનાવવામાં આવ્યું હતું જેના દ્વારા તે સુલ્લી ડીલ બનાવનારા સાથે સંકળાયેલી ઈન્ફોર્મેશન પ્લાન્ટ કરતો હતો. પોલીસે નીરજ પાસેથી મળેલી જાણકારીના આધાર પર યુવકની ધરપકડ કરી લીધી છે. 

પોલીસે ગત વર્ષે જુલાઈ મહિનામાં સુલ્લી ડીલ મામલે એફઆઈઆર નોંધી હતી. સુલ્લી ડીલને Github પર લોન્ચ કરવામાં આવી હતી. તેના પર પણ મુસ્લિમ મહિલાઓ માટે ઓનલાઈન હરાજી કરવામાં આવી હતી.