×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યોગી પર મથુરાથી ચૂંટણી લડવાનુ દબાણ વધ્યુ, હવે સાંસદ હેમા માલિનીએ આપ્યુ આવુ નિવેદન


નવી દિલ્હી,તા.6.જાન્યુઆરી.2022

યુપી વિધાનસભાની આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર મથુરાથી ચૂંટણી લડવા માટે તેમની જ પાર્ટીમાંથી દબાણ વધી રહ્યુ છે.

મથુરાના સાંસદ હેમા માલિનીએ પણ કહ્યુ છે કે, મુખ્યમંત્રી યોગી જો મથુરાથી ચૂંટણી લડશે તો અમારી હિંમત વધી જશે.

મથુરા સાંસદ હેમા માલિનીએ મથુરા જંક્શન પર આઠ કરોડ રુપિયાના પ્રોજેકટરનુ લોકાર્પણ કર્યુ હતુ અને તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે અને તેના પર કાર્યવાહી થવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, યોગી આદિત્યનાથે આ વખતે વિધાનસભા ચૂંટમી લડવાનુ એલાન કર્યુ છે.આ જાહેરાત મહત્વની એટલા માટે છે કે, યોગી સહિત છેલ્લા ત્રણ મુખ્યમંત્રીઓ ક્યારેય વિધાનસભા ચૂંટણી લડયા નથી.જેમાં માયાવતી અને અખિલેશનો પણ સમાવેશ થાય છે.તેઓ વિધાનપરિષદના રસ્તે સરકારમાં પ્રવેશ્યા હતા.

ભાજપના બીજા નેતાઓ પણ હેમા માલિની જેમ કહી ચુકયા છે કે, યોગી મથુરાથી ચૂંટણી લડે તે જરુરી છે.