×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેટલાક લોકો સત્તા મેળવવા માટે મણિપુરને અશાંતિની આગમાં નાંખવા માંગે છેઃ પીએમ મોદી


ઈમ્ફાલ, તા. 4. જાન્યુઆરી 2021 મંગળવાર

પીએમ મોદી આજે મણિપુર અને ત્રિપુરાના પ્રવાસે છે.

મણિપુરમાં તેમણે 4800 કરોડની 22 યોજનાઓનુ લોકર્પણ અને શિલાન્યાસ કર્યો હોત.તેમણે કહ્યુ હતુ કે, 21 જાન્યુઆરીએ મણિપુરને રાજ્યનો દરજ્જો મળે 50 વર્ષ પૂરા થશે.કેટલાક લોકો સત્તા મેળવવા માટે મણિપુરને અસ્થિર કરવા માંગે છે.તેમને એવુ છે કે ક્યારે તક મળે અને અમે અશાંતિ  સર્જીએ .જોકે મણિપુરના લોકો તેમને ઓળખી ચુકયા છે.હવે અહીંયનો વિકાસ રોકાશે નહીં.

તેમણે કહ્યુ હતુ કે, ડબલ એન્જિન સરકારના કારણે આ વિસ્તારમાં હવે ઉગ્રવાદની આગ નથી પણ શાંતિ અને વિકાસની રોશની પથરાઈ રહી છે.નોર્થ ઈસ્ટમાં યુવાનો હથિયારો છોડીને મુખ્યધારામાં સામેલ થઈ રહ્યા છે.જે સમાધાન માટે લોકો રાહ જોતા હતા તે અમારી સરકારે કરી બતાવ્યા છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, દેશના યુવાનો આજે મણિપુરના યુવાઓ પાસેથ રમત ગમત ક્ષેત્રમાં પ્રેરણા લે છે.નોર્થ ઈસ્ટમાં હાઈવે બનાવવા ઝડપથી કામ થઈ રહ્યુ છે.રસ્તાના અભાવે પહેલા નોર્થ ઈસ્ટમાં ટુરિસ્ટ પણ આવતા વિચારતા હતા.હવે નાના ગામડા સુધી પણ રસ્તા પહોંચ્યા છે.અમારી સરકાર સાત વર્ષથી નોર્થ ઈસ્ટ પાછળ મહેનત કરી રહી છે અને હવે બદલાવ દેખાઈ રહ્યો છે.પહેલાની સરકારો નોર્થ ઈસ્ટ તરફ જોવા માંગતી નહોતી અને અમારી સરકારે નોર્થ ઈસ્ટ તરફ જોવાની પોલિસી અમલમાં મુકી છે.

તેમણે કહ્યુ હતુ કે, નોર્થ ઈસ્ટને નેતાજી સુભાષચંદ્ર બોઝે ભારતની સ્વતંત્રતાનુ પ્રવેશ દ્વાર કહ્યુ હતુ.હવે નોર્થ ઈસ્ટ નવા ભારતના સપના પૂરા કરવાનુ પ્રવેશ દ્વાર બની રહ્યુ છે.