×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિહાર: મુઝફ્ફરપુરમાં નૂડલ્સ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું, 10ના મોત, 8 ઘાયલ


- પોલીસે સમગ્ર ફેક્ટરીને કબ્જે કરી લીધી

નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર, 2021, રવિવાર

બિહારના મુઝફ્ફરપુરમાં મોટી દુર્ઘટના થઈ ગઈ છે. ત્યાંના બેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયાના ફેઝ-2માં એક નૂડલ્સની ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું હતું અને આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 8 લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી પ્રમાણે વિસ્ફોટ એટલો ભીષણ હતો કે કેટલીય ફેક્ટરીઓની છત ઊડી ગઈ હતી. વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ હાજર છે.

અકસ્માત બાદ કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. જોકે રેસ્ક્યુ ટીમે બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

તમને જણાવી દઈએ કે, ફેક્ટરીમાં સવારે લગભગ 9:45 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. ઘટનાની માહિતી મળતાં જ ડીએમ, એસએસપી, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ તમામ લોકો બચાવ કાર્યમાં લાગેલા છે. બ્લાસ્ટ બાદ ફેક્ટરી ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે કાટમાળ ઘણો ઉંચો થઈ ગયો છે. તેની નીચે દટાયેલા લોકોને બચાવવા માટે જેસીબી તૈનાત કરવામાં આવી રહ્યું છે.

ઘટનાનું કારણ બહાર આવ્યું નથી

જોકે, હજુ સુધી કયાંયથી પણ તેની પૃષ્ટિ નથી થઈ. ઘટના સમયે ફેક્ટરીની અંદર કેટલા લોકો કામ કરી રહ્યા હતા તેની પણ હજુ કોઈ જાણકારી નથી મળી. ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય તેજ કરી દેવામાં આવ્યું છે. ફેક્ટરીનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે. કોઈ બહારના લોકોને કે અન્ય લોકોને અંદર જવાની પરવાનગી નથી અપાઈ રહી. પોલીસે સમગ્ર ફેક્ટરીને કબ્જે કરી લીધી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, મૃત્યુઆંક વધી શકે છે. હાલ એસએસપી જયંતકાંત ઘટનાસ્થળે પહોંચી ગયા છે.