×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતના દરિયા કિનારા નજીક પાકિસ્તાની બોટમાંથી 400 કરોડનુ ડ્રગ્સ ઝડપાયુ, 6ની ધરપકડ


ગુજરાત, તા. 20. ડિસેમ્બર,2021 સોમવાર

ગુજરાતના દરિયા કિનારા નજીકથી પાકિસ્તાનની બોટમાંથી 400 કરોડ રુપિયાનુ હેરોઈન પકડાયુ છે.આ હેરોઈનનુ વજન 77 કિલો જેટલુ થવા જાય છે.બોટના 6  ખલાસીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ બોટનુ નામ અલ હુસૈની છે અને તે પાકિસ્તાની બોટ છે.ગુજરાતના એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત રીતે આ આપોરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.ગુજરાતના ડિફેન્સ પીઆરઓ દ્વારા ટ્વિટ કરીને અપાયેલી જાણકારી પ્રમાણે ભારતીય જળ સીમામાં આ બોટ પ્રવેશી હતી અને તેનુ ચેકિંગ કરવામાં આવ્યુ ત્યારે તેમાંથી ડ્રગ્સ પકડાયુ હતુ.આ ડ્રગ્સની કિંમત 400 કરોડ રુપિયા થવા જાય છે.

દરમિયાન પાકિસ્તાની બોટ અને તેના ખલાસીઓને વધુ પૂછપરછ માટે કચ્છના જખૌ બંદરે લાવવામાં આવ્યા છે.

ગુજરાતના દરિયા કિનારાના રસ્તે થઈને ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવવાના કાવતરાને આ ઘટના બાદ વધુ એક સમર્થન મળ્યુ છે.