×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

594 કિમીની લંબાઈ, 6 લેન અને 36000 કરોડનો ખર્ચ, પીએમ મોદીએ કર્યો ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ


નવી દિલ્હી,તા.18.ડિસેમ્બર,2021

પીએમ મોદીએ મેરઠથી પ્રયાગરાજને જોડતા ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરી દીધો છે.

12 જિલ્લામાંથી પસાર થનારો ગંગા એક્સપ્રેસ વે બનીને તૈયાર થશે ત્યારે તે સૌથી મોટો એક્સપ્રેસ વે બની જશે.તેના માટે 36200 કરોડ રુપિયા ખર્ચાશે.તેની લંબાઈ 594 કિલોમીટરની હશે તેમાં છ લેન હશે.ભવિષ્યમાં તેનો આઠ લેનમાં પણ વિસ્તાર કરી શકાશે.

યોગી સરકારે આ એક્સપ્રેસ વેને 26 નવેમ્બરે મંજૂરી આપી હતી અને તેના માટે બજેટ પણ ફાળવ્યુ છે.તેનો લાભ હરિયાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોને પમ મળશે.જે 12 જિલ્લામાંથી એક્સપ્રેસ વે પસાર થવાનો છે તેમાંના પચાસ ટકા જિલ્લા પશ્ચિમ યુપીમાં આવેલા છે.

આ એક્સપ્રેસ વે માટે 94 ટકા જમીન સંપાદીત થઈ ચુકી છે.તેના પર 3.5 કિલોમીટરની એક લેન્ડિંગ સ્ટ્રીપ પણ તૈયાર કરાશે.જેના પર વાયુસેનાના વિમાનો ઈમરજન્સીમાં લેન્ડિંગ અને ટેકઓફ કરી શકશે.તેની સાથે સાથે એક ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર બનાવવાનો પણ પ્રસ્તાવ છે.