×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

71ના યુધ્ધની સુવર્ણ જયંતિઃ બાંગ્લાદેશમાં યોજાયેલી પરેડમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 'ગેસ્ટ ઓફ ઓનર'


નવી દિલ્હી,તા.16.ડિસેમ્બર,2021

1971ના યુધ્ધની આજે સુવર્ણ જયંતિ છે.આ પ્રસંગે બાંગ્લાદેશમાં યોજાયેલા વિજય દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમમાં  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગેસ્ટ ઓફ ઓનર તરીકે સામેલ થયા છે.

ઢાકામાં આજે રાષ્ટ્રીય પરેડ ગ્રાઉન્ડમાં પરેડનુ આયોજન કરવામાં આવ્યુ છે.રાષ્ટ્રપતિ કોવિંદ ત્રણ દિવસ માટે બાંગ્લાદેશની મુલાકાતે છે.બુધવારે તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ એમ અબ્દુલ હમિદે પોતાની પત્ની સાથે તેમનુ ઢાકા એરપોર્ટ પર સ્વાગત કર્યુ હતુ અને તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યુ હતુ.

આજના સમારોહમાં સામેલ થનારા તેઓ એક માત્ર વિદેશી રાષ્ટ્ર અધ્યક્ષ છે.રાષ્ટ્રપતિ કોવિંદે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે પણ બુધવારે મુલાકાત કરી હતી અને બંને દેશો વચ્ચેના ઘણા મુદ્દાઓ પર તેમની સાથે ચર્ચા કરી હતી.બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ કે અબ્દુલ મોમીન સાથે પણ રાષ્ટ્રપતિ કોવિંદની બેઠક યોજાઈ હતી.