×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

2017ની મિસ ચંદીગઢ બની મિસ યુનિવર્સ 2021, સુષ્મિતા-લારાએ પણ વધારેલું દેશનું માન


- પ્રથમ વખત 1994માં ભારતને મિસ યુનિવર્સનો તાજ અપાવ્યો હતો હૈદરાબાદમાં જન્મેલી સુષ્મિતા સેને. તે સમયે સુષ્મિતાની ઉંમર માત્ર 19 વર્ષ હતી

નવી દિલ્હી, તા. 13 ડિસેમ્બર, 2021, સોમવાર

ફરી એક વખત ભારત માટે ગૌરવની પળો આવી ગઈ છે. હરનાજ સંધૂએ સાઉથ આફ્રિકા અને પરાગ્વેને પાછળ છોડીને મિસ યુનિવર્સનો તાજ પોતાના નામે કરી લીધો છે. હરનાજે 2017માં મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો. ટોપ 3 સ્પર્ધકોને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, તમે દબાણનો સામનો કરી રહેલી મહિલાઓને શું સલાહ આપશો? તેના જવાબમાં હરનાજ સંધૂએ કહ્યું હતું કે, તમારે એ માનવું પડશે કે, તમે અદ્વિતીય છો અને તે જ તમે ખૂબસુરત બનાવે છે. બહાર આવો, તમારા માટે બોલતા શીખો કારણ કે, તમે જ તમારા જીવનના નેતા છો. 

ભારતની પહેલી મિસ યુનિવર્સ સુષ્મિતા સેન

પ્રથમ વખત 1994માં ભારતને મિસ યુનિવર્સનો તાજ અપાવ્યો હતો હૈદરાબાદમાં જન્મેલી સુષ્મિતા સેને. તે સમયે સુષ્મિતાની ઉંમર માત્ર 19 વર્ષ હતી. સુષ્મિતા સેન આટલી નાની ઉંમરે મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. 

સ્પર્ધા દરમિયાન સુષ્મિતાને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, જો તમે કોઈ ઐતિહાસિક ઘટનાને બદલી શકો તો તે કઈ હોય? તેના જવાબમાં સુષ્મિતાએ 'ઈંદિરા ગાંધીનું મૃત્યુ' એમ કહ્યું હતું. આ જવાબના કારણે જ તેઓ મિસ યુનિવર્સનો ખિતાબ જીતી ગયા હતા. 

બીજી વખત લારા દત્તાએ જીત્યો હતો ખિતાબ

વર્ષ 2000માં લારા દત્તાએ મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. સુષ્મિતા બાદ આ ખિતાબ જીતનારી તે બીજી ભારતીય મહિલા બની હતી. તે સમયે લારા 22 વર્ષની હતી. લારાનો ઈન્ટરવ્યુ કોઈ પણ કેટેગરીમાં રેકોર્ડ થયેલો સૌથી લાંબો ઈન્ટરવ્યુ હતો અને તેને 9.99 પોઈન્ટ મળ્યા હતા. 

લારાને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, બ્યુટી કોન્ટેસ્ટ વુમન્સ માટે રિસ્પેક્ટફુલ છે કે નહીં? કઈ રીતે સાબિત કરશો કે આ ખોટી વાત છે? જવાબમાં લારાએ કહ્યું હતું કે, હું સમજી શકું છું કે, મિસ યુનિવર્સ જેવી સ્પર્ધાઓ યંગ વુમન માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. આના માધ્યમથી અમે આગળ વધી શકીએ છીએ અને અમે જે ફિલ્ડમાં જવા ઈચ્છીએ છીએ ત્યાં જઈ શકીએ છીએ. અમે બિઝનેસ, રાજકારણ સહિતના અન્ય ફિલ્ડમાં પણ કામ કરી શકીએ છીએ. અમે મજબૂતીથી અમારા મંતવ્યો અને વિચારો રાખી શકીએ છીએ.