×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આગામી 4-5 દિવસ ભારે વરસાદની આગાહી, ઠંડી કહેર વરસાવશે: હવામાન વિભાગ


નવી દિલ્હી, તા. 12 ડિસેમ્બર 2021 રવિવાર

જ્યાં એક તરફ સતત ઠંડી વધી રહી છે, ત્યાં બીજી તરફ વરસાદનો કહેર પણ ઓછુ થવાનુ નામ લઈ રહ્યો નથી. ભારત હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 4-5 દિવસ વરસાદ થશે, આ સિવાય કેટલાક વિસ્તારમાં ધૂમ્મસ પણ છવાયેલી રહેશે. પહાડી વિસ્તારમાં પણ બરફવર્ષાની સંભાવના છે, જેનાથી લોકોની મુશ્કેલી વધી શકે છે.

ભારતમાં જોવા મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 13 ડિસેમ્બરે પશ્ચિમી હિમાલયના ક્ષેત્રમાં જોવા મળશે. આના કારણે વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ 13થી 15 ડિસેમ્બરની વચ્ચે જોવા મળશે.

આ રાજ્યોમાં આકાશમાંથી વરસશે આફત

આ સિવાય દક્ષિણ ભારતમાં પણ વરસાદનો પ્રકોપ જોવા મળી શકે છે. ભારત હવામાન વિભાગ અનુસાર, આંધ્ર પ્રદેશ, રાયલસીમા, સાઉથ કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં આગામી 4-5 દિવસમાં વરસાદ થશે. હવામાન વિભાગે આ માટે એલર્ટ જારી કર્યુ છે.  

ધૂમ્મસ વધારી શકે છે લોકોની મુશ્કેલી

ધૂમ્મસની અસર પણ ભારતના કેટલાક વિસ્તારમાં જોવા મળશે. ભારતના ઉત્તર-પશ્ચિમી ભાગ અને ઓડિશામાં સવારના સમયે 2-3 કલાક સુધી લોકોને ધૂમ્મસનો સામનો કરવો પડી શકે છે.

બરફવર્ષાના કારણે કાશ્મીરમાં ધીમે-ધીમે ઠંડકની અસર જોવા મળી છે. કેટલાક વિસ્તારમાં પારો શૂન્યથી નીચે ચાલ્યો ગયો છે. શ્રીનગર સહિત ખીણના લગભગ તમામ જિલ્લામાં ઠંડક રહી છે. હવામાન વિભાગ અનુસાર 15 ડિસેમ્બરે ખીણના ઉપરી વિસ્તારમાં સામાન્ય બરફવર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદનુ અનુમાન છે પરંતુ ત્યાં સુધી હવામાન સ્પષ્ટ રહેશે. આકાશ સ્પષ્ટ રહેવાથી રાતનુ તાપમાન નીચે રહેવાની આશંકા છે. આવનારા કેટલાક દિવસ સુધી લોકોને ઠંડીથી કોઈ રાહત મળવાની આશા નથી.

દક્ષિણ કાશ્મીરના પહલગામમાં લઘુમત તાપમાન શૂન્યથી 6.4 ડિગ્રી સેલ્સિયસ નીચે અને ઉત્તરી કાશ્મીરના કુપવાડામાં લઘુતમ તાપમાન શૂન્યથી 4.3 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયુ છે. ઉત્તરી કાશ્મીરના બારામૂલા જિલ્લામાં લઘુતમ તાપમાન શૂન્યથી 5.5 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયુ છે. હવામાન વિભાગે 14 ડિસેમ્બર સુધી હવામાનના શુષ્ક રહેવાનુ અનુમાન છે. 15 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરના છૂટાછવાયા વિસ્તારમાં સામાન્યથી મધ્યમ બરફવર્ષા અને વરસાદની સંભાવના છે.