×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CDS જનરલ બિપિન રાવત પંચતત્વમાં વિલીન: પુત્રીએ પાર્થિવ દેહને આપ્યો મુખાગ્નિ, 17 તોપોની સલામી અપાઈ


નવી દિલ્હી, તા. 10 ડિસેમ્બર 2021 શુક્રવાર

સીડીએસ બિપિન રાવત સહિત તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનાર તમામ 13 લોકોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જનરલ બિપિન રાવતનો પાર્થિવ દેહ તેમના આવાસથી બરાર સ્ક્વેર લાવવામાં આવ્યો. અહીં CDS રાવતની બંને દિકરીઓએ સમગ્ર રીતિ રિવાજ સાથે અંતિમ સંસ્કાર કર્યા. મોટી દિકરીએ મુખાગ્નિ આપ્યો. CDS બિપિન રાવતને 17 તોપોની સલામી આપવામાં આવી. આ દરમિયાન 800 જવાન અહીં હાજર રહ્યા.


આ પહેલા જનરલ રાવતના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને લઈ જવાયો હતો. જ્યાં સેનાની ત્રણે પાંખના વડા, ગૃહ મંત્રી અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના મહાનુભાવોએ તેમજ જનરલ રાવતની બંને પુત્રીઓએ તેમને શ્રધ્ધાંજલિ આપી હતી.


કેન્દ્રીય મંત્રી મંડળના મોટાભાગના મંત્રીઓ જનરલ રાવતને શ્રધ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. જનરલ રાવતના આખરી દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા.જનરલ રાવતના અંતિમ સંસ્કારમાં સૈન્ય બેન્ડ પણ શોક સંગીત વગાડશે.જ્યારે સેનાના લેફ્ટનન્ટ જનરલ સ્તરના 6 અધિકારીઓ તિરંગા સાથે આ યાત્રામાં સામેલ થયા છે.