×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

378 દિવસથી ચાલતુ ખેડૂત આંદોલન સમાપ્ત, 11 ડિસેમ્બરથી ખેડૂતો દિલ્હી બોર્ડર ખાલી કરશે, તંબુ ઉખાડવા માંડયા


નવી દિલ્હી,તા.9.ડિસેમ્બર,2021

378 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને આખરે સમાપ્ત કરવાની જાહેરાત ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવી છે.

ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે સંમતિ સધાઈ છે.સંયુક્ત કિસાન મોરચા દ્વારા આંદોલન ખતમ કરવા માટેનુ એલાન કરાયુ છે.આ પહેલા મોરચા દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી.

ખેડૂત આગેવાન બલવીર રાજેવાલે કહ્યુ હતુ કે, અમે સરકારને ઝુકાવીને પાછા જઈ રહ્યા છે.15 જાન્યુઆરીએ ફરી ખેડૂત મોરચાની બેઠક યોજાશે અને તેમાં આગળની રણનીતિ પર ચર્ચા થશે.11 ડિસેમ્બરથી દિલ્હી બોર્ડર પરથી ખેડૂતોનુ ઘરે પાછા ફરવાની શરુઆત થશે.

તેમણે કહ્યુ હતુ કે, એ પછી 13 ડિસેમ્બરે ખેડૂતો અમૃતસરમાં હરમિન્દર સાહેબ સમક્ષ માથુ ટેકવશે અને 15 ડિસેમ્બરથી પંજાબના ટોલ પ્લાઝા પર  મોરચો માંડનારા ખેડૂતો પણ હટી જશે.

દરમિયાન ખેડૂતોએ પણ ઘરવાપસીની તૈયારીઓ શરુ કરી દીધી છે.ખેડૂતોએ પોતાના ટેન્ટ ઉખાડવાનુ શરુ કરી દીધુ છે .પોતાનો સામાન ખેડૂતો હવે ટ્રેકટરોમાં ભરી રહ્યા છે.ખેડૂતોનુ કહેવુ છે કે, સરકારે અમારી માંગણીઓ માની લીધી છે અને અમે પાછા ફરી રહ્યા છે.

પંજાબના 32 ખેડૂત સંગઠનો ઘરે પાછા ફરવા પ્રસ્તાવ રજૂ કરી ચુકયા છે.આ પહેલા આજે સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે પણ બેઠક યોજાઈ હતી અને તે સમયથી જ અટકળો થઈ રહી હતી કે, સરકારના વલણને જોતા આજે ખેડૂત આંદોલન સમાપ્ત થવાની જાહેરાત થઈ શકે છે.