×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓમિક્રોન વેરિઅન્ટનો થવા લાગ્યો કમ્યુનિટી સ્પ્રેડ, બ્રિટનના ઘણા વિસ્તારમાં કહેર


યુકે, તા. 07 ડિસેમ્બર 2021 મંગળવાર

દુનિયાના 38થી વધારે દેશોમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ સામે આવી ચૂક્યા છે. દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલા ડિટેક્ટ થયેલા આ વેરિઅન્ટના અમેરિકા, બ્રિટન, યુરોપ, ભારતમાં પણ ઘણા ઝડપથી કેસ મળી રહ્યા છે. બ્રિટનમાં ઓમિક્રોનનો કમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ચૂક્યો છે. અહીં ટ્રાવેલ હિસ્ટ્રી વિના પણ ઘણા લોકો કોરોનાના નવા વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે.

યુકેના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે સંસદમાં જણાવ્યુ કે દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટના 336 કેસ સામે આવી ચૂક્યા છે. ઈંગ્લેન્ડમાં આનો કમ્યુનિટી સ્પ્રેડ પણ જોવા મળ્યો છે. ઈંગ્લેન્ડમાં અત્યાર સુધી 261 કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે સ્કૉટલેન્ડમાં 71, વેલ્સમાં 4 કેસ સામે આવ્યા છે.

ટ્રાવેલ હિસ્ટ્રી વિના લોકો પણ થઈ રહ્યા છે સંક્રમિત

સાજિદ જાવિદે રહ્યુ, કેટલાય કેસ એવા આવી રહ્યા છે, જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. એવામાં અમે એ પરિણામ પર પહોંચ્યા છે કે ઈંગ્લેન્ડના કેટલાક ક્ષેત્રોમાં કમ્યુનિટી સ્પ્રેડ જોવા મળી રહ્યા છે. અમે કંઈ પણ નસીબ પણ છોડી રહ્યા નથી. તેમણે કહ્યુ જ્યારે દુનિયાના વૈજ્ઞાનિક નવા વેરિઅન્ટ વિશે જાણકારી એકઠી કરવામાં લાગેલા છે ત્યારે અમારી રણનીતિ કોરોનાના નવા વેરિઅન્ટની સામે પોતાની ડિફેન્સ મજબૂત કરવાની છે.

જોકે, જાવિદે યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી દ્વારા જારી ડેટાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં વૈજ્ઞાનિકોએ ઓમિક્રોનની સમય મર્યાદા ડેલ્ટા વેરિઅન્ટ કરતા ઓછી હોવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ હજુ એ પણ સ્પષ્ટ નથી કે આ વાયરસ કેટલો જોખમી છે અને વેક્સિનની આની પર શુ અસર પડશે. તેથી અમે કંઈ પણ નિશ્ચિત કહી શકતા નથી કે આ વેરિઅન્ટ અમને રિકવરીના પાટા પરથી ઉતારી દેશે કે નહીં.

મંગળવારે બ્રિટનમાં નૉન રેડ લિસ્ટ દેશમાંથી ભલે તે વેક્સિનેટેડ થયા હોય કે નહીં, તેને યુકેમાં આવવા માટે 48 કલાક પહેલા જ PCR નેગેટીવ રિપોર્ટ બતાવવો પડશે. જાવિદે કહ્યુ કે બે દિવસ પહેલા પીસીઆર ટેસ્ટ અને નેગેટીવ રિપોર્ટ ન આવવ સુધી આઈસોલેશન જેવા ઉપાય અસ્થાયી છે અને તેમને આગામી અઠવાડિયે રિવ્યૂ કરવામાં આવશે. એક્સપર્ટનુ કહેવુ છે કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં ઘણો ઝડપથી ફેલાઈ રહ્યો છે.