×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UP: ભોજનમાં નશીલા પદાર્થ ભેળવીને 17 વિદ્યાર્થીનીઓ સાથે છેડછાડ, ટીચર પર આરોપ


- પુરકાજી પોલીસ છેલ્લા 5 દિવસથી ફરિયાદ છતાં હાઈ સ્કુલની 17 વિદ્યાર્થીનીઓ સાથે બનેલી સામૂહિક અશ્લીલતાની આ સનસનીખેજ ઘટના દબાવવા પ્રયત્ન કરી રહી હતી

નવી દિલ્હી, તા. 06 ડિસેમ્બર, 2021, સોમવાર

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર ખાતે એક શિક્ષક પર હાઈસ્કુલની 17 વિદ્યાર્થીનીઓને નશીલો પદાર્થ આપીને શાળામાં અશ્લીલતા અને છેડછાડ કરવાનો આરોપ લાગ્યો છે. આરોપી ટીચરે પ્રેક્ટિકલના નામે 17 વિદ્યાર્થીનીઓને રાતે શાળામાં રોકી રાખી અને ભોજનમાં નશીલો પદાર્થ ભેળવીને છેડછાડ અને અશ્લીલતાની તમામ હદો પાર કરી દીધી. 

આ સાથે જ એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે, આરોપી ટીચરે વિદ્યાર્થીનીઓને જો આ વાત જાહેર કરશે તો નાપાસ કરશે તેવી ધમકી પણ આપી હતી. 2 પીડિત વિદ્યાર્થીનીઓએ જ્યારે આ સનસનીખેજ પોતાના પરિવારજનો સાથે મળીને એસએસપી સમક્ષ આ મામલે ફરિયાદ કરી તો પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને આરોપી વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

શું છે કેસ

ગત 18 નવેમ્બરના રોજ પુરકાજી થાણાક્ષેત્રના તુગલપુર કમ્હેડા ગામ ખાતે આવેલી એક શાળામાં આ પ્રકારની ઘટના બની હતી. હાઈ સ્કુલની 17 વિદ્યાર્થીનીઓને પ્રેક્ટિકલના બહાને GGS ઈન્ટરનેશનલ એકેડમી સ્કુલમાં લાવવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે, શાળાના સંચાલક અર્જુન સિંહે તેમને ભોજન સાથે નશીલો પદાર્થ આપ્યો હતો અને અશ્લીલ હરકત કરવા સાથે છેડછાડ પણ કરી હતી. 

પુરકાજી પોલીસ છેલ્લા 5 દિવસથી ફરિયાદ છતાં હાઈ સ્કુલની 17 વિદ્યાર્થીનીઓ સાથે બનેલી સામૂહિક અશ્લીલતાની આ સનસનીખેજ ઘટના દબાવવા પ્રયત્ન કરી રહી હતી. પરંતુ 2 વિદ્યાર્થીનીઓ પોતાના પરિવાર સાથે એસએસપી સુધી પહોંચી બાદમાં પોલીસને કાયદાકીય કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. 

પોલીસે પીડિત વિદ્યાર્થીનીઓના પરિવારની ફરિયાદના આધારે બંને શાળાના સંચાલકો યોગેશ અને અર્જુન સિંહ વિરૂદ્ધ આઈપીસીની કલમ 328, 354, 506 ઉપરાંત લૈંગિક અપરાધોથી બાળકોનું સંરક્ષણ અધિનિયમ 2012ની 7 વ 8માં કેસ નોંધીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.