×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓમિક્રોન વેરિએન્ટ કેટલો ઘાતક તે અત્યારે કહેવુ મુશ્કેલ, વધુ જાણકારી એકત્ર કરવામાં સમય લાગશેઃ વૈજ્ઞાનિકો


નવી દિલ્હી,તા.2.ડિસેમ્બર,2021

કોરોનાનો નવો વેરિએન્ટ દુનિયા સમક્ષ મુકનાર સાઉથ આફ્રિકાના વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, ઓમિક્રોન વેરિએન્ટ કેટલો ઘાતક છે અને તેનો લોકો પર શું પ્રભાવ પડશે તે કહેવુ હાલમાં મુશ્કેલ છે.

તેમના મતે કોરોનાના નવા વેરિએન્ટે યુવાઓને વધઆરે પ્રભાવિત કર્યા છે.હજી પણ આ વેરિએન્ટને લઈને જાણકારી એકઠી કરવા માટે પ્રયાસ થઈ રહ્યા છે.તેના અંગે વધુ જાણવા માટે  હજી બે થી ત્રણ સપ્તાહનો સમય લાગશે.

વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, ઓમિક્રોમના કારણે જેટલા દર્દીઓ દાખલ થયા છે તે તમામ યુવાઓ છે અને તેમની વય 40 વર્ષ કરતા ઓછી છે.

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિએન્ટના કારણે કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે.નવા દર્દીઓની સંખ્યા છેલ્લા 24 કલાકમાં બમણી થઈને 8000 ને પાર કરી ગઈ છે.

25 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ નવા વેરિએન્ટની જાહેરાત કરી હતી અને તેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ઓમિક્રોન નામ આપ્યુ હતુ.નવો વેરિએન્ટ વધારે સંક્રમણ ફેલાવતો હોવાના ડરથી દુનિયાના વિવિધ દેશોએ વિમાની મુસાફરી પર નવેસરથી નિયંત્રણો લાગુ કર્યા છે.